ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં અંબાણી નવદંપતીનું આગમન, ભવ્યાતિભવ્ય સ્વાગત

04:24 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement

મુંબઈ ખાતે ભવ્ય રિસેપ્શન યોજાયા બાદ ગત રાત્રેે જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા અંબાણી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર રસ્તા પર ફૂલોથી રસ્તો શણગારીને ઢોલનગારા સાથે નવદંપતીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ ખાતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો જુદીજુદી બેન્ડ પાર્ટીઓએ રંગત જમાવી સત્કાર સાફા બાધી રિલાયન્સ ના કર્મચારીઓ બેન્ડ વાજાના તાલે જમતા જોવા મળ્યા હતા. કરોડોની ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી દંપતી રિલાયન્સ જવા રવાના થયું.ગુલાબના ફૂલોનો વરસાદ કરી દંપતીનું અનોખું સ્વાગત કરાયું. એરપોર્ટ નજીકના રોડ ઉપર ગુલાબના ફૂલોની જાણે ચાદર બિછાવવામાં આવી હોય તેવુ દૃશ્ય જોવા મળ્યું હતું.

Advertisement

Tags :
anant ambani marriagegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement