For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના રાજકારણ અંગે આંબાલાલની તોફાની આગાહી

01:03 PM Jun 07, 2025 IST | Bhumika
ગુજરાતના રાજકારણ અંગે આંબાલાલની તોફાની આગાહી

ઓગસ્ટમાં ગ્રહદશા બદલાતી હોવાથી મંત્રીમંડળમાં ઉથલપાથલની દર્શાવેલી શકયતા

Advertisement

ગુજરાત સહિત દેશભરના હવામાનની સચોટ આગાહી કરતાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે હવે ગુજરાતનાં રાજકારણને લગતી તોફાની આગાહી કરી છે અને આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યના મંત્રી મંડળમાં ફેરફારની શકયતા દર્શાવી છે.

ગુજરાતમાં મંત્રીમંડળનો બદલાવ હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે. ગુજરાતમા લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફાર અને નવાજૂનીની વાતો ચાલી રહી છે, પરંતું આ મુદ્દે કોઈ સ્પષ્ટ સંકેત મળી નથી રહ્યાં. ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે મંત્રીમંડળમાં ક્યારે ફેરફાર થશે તેની તારીખ સાથે આગાહી કરી છે.
ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે તેવી લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતું અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી છે. ગ્રહોની સ્થિતિના આધારે અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Advertisement

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારની શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચા ઉઠી રહી છે. ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે.

જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. કેબિનેટ વિસ્તરણમાં જૂના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇકમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ મંત્રી મંડળમાં કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંત્રીમંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેર વહેંચણી કરવામાં આવશે જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારીમાંથી હાલના મંત્રીઓનો ભાર ઓછો કરી અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એપ્રિલ મહિનામાં જ નવા રાષ્ટ્રીય પ્રમુખ અને નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવનાર હતી પરંતુ પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદુરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને પગલે અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રી મંડળમાં ફેરફારની કવાયત સ્થિગીત કરી દેવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોય હવે તે બાદ જ મંત્રી મંડળની વિસ્તરણની શકયતાઓ જોવાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement