રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંબાજી બનશે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ

11:57 AM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતનું અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્યારે આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે.
જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તારને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે.
અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, જેમા અન્ય કોરીડોર નીમાફક જય મા કોરીડોર પણ અંબાજી ખાતે બનાવાશે.
અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે.
હાલમાં, તે મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ 6 ટીપીની કામગીરી પણ શરુ કરાશે. અંબાજીમાં અમદાવાદ અને સુરત શહેરમાં જે આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
તે અનૂરૂૂપ આદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.અંબાજીનું મુખ્ય મંદિર સહીત ટીપી સ્કીમને વિકસાવવા માટે અંદાજે 255 હેક્ટર જમીન પર વિકાસ જોવા મળશે. આ 255 હેકટર પૈકી 66 હેકટર સરકારી અને 188 હેકટર ખાનગી માલિકીની જગ્યા હશે. શ્રદ્ધાળુઓ માટે વોક વે, ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવશે . તેની સાથે રિટેલ શોપ તથા સોસાયટી ડેવલપમેન્ટ માટે 800 કરોડ મળશે. 11 કોમ્યુનિટી પાર્ક, વનીકરણ સહિતની કામગારી હાથ ધરાશે.

Advertisement

Tags :
Ambaji to beBanaskanthagujaratlargestShaktipeethworld's
Advertisement
Next Article
Advertisement