જગત મંદિર સ્વર્ગ દ્વાર 56 સીડી ઉપર વરસાદી પાણીના ઝરણાંના અદ્ભુત દ્રશ્યો
11:25 AM Jul 07, 2025 IST
|
Bhumika
Advertisement
યાત્રાધામ દ્વારકામાં શનિવારે સવારે વરસતા વરસાદમાં જગત મંદિરના સ્વર્ગ દ્વાર 56 સીડી પરથી વરસાદી પાણી ઝરણાંની જેમ પગથિયા ઉપરથી પાણી વહેતા થતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. ગોમતીઘાટના પગથિયે પણ અદભુત દ્રશ્ય જોવા મળ્યા હતા. તે દ્રશ્યો સાથે લોકો સેલ્ફી લેવા પણ પડા પડી થઈ હતી. ધોધમાર વરસાદ હોવા છતા ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનું ચુક્યા ન હતા. શનિવાર હોવાથી વરસતા વરસાદમાં દ્વારકામાં ભાવીકોની ભીડ પણ જોવા મળી હતી.
Advertisement
Next Article
Advertisement