For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારો

01:07 PM Jan 21, 2025 IST | Bhumika
આજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારો

જો તમે ખાસ ખગોળીય ઘટનાઓના શોખીન છો તો જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે છ ગ્રહો એક લાઇનમાં દેખાશે. આ ઘટનાને પ્લેનેટરી અલાઈનમેન્ટ કહેવામાં આવી રહ્યું છે, જેમાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, નેપ્ચ્યુન અને યુરેનસ એકસાથે જોવા મળશે. આપણા સૌરમંડળના ઘણા ગ્રહો એક ચોક્કસ સ્થિતિમાં આવે છે અને તે જ વિસ્તારમાં દેખાય છે.

Advertisement

જો કે, આ ગ્રહો એક સીધી રેખામાં નહીં હોય, પરંતુ આકાશમાં એક જ દિશામાં એકઠા થયેલા દેખાશે. આ ઘટના માત્ર ખગોળશાસ્ત્રીઓ માટે જ ખાસ નથી, પરંતુ સામાન્ય લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

શુક્ર અને શનિ વિશે વાત કરીએ તો, તે થોડી આંગળીઓની પહોળાઈના અંતરે દેખાશે. જ્યારે ગુરુ તેની તેજ અને કદના કારણે સરળતાથી ઓળખી શકાય છે. મંગળ પવિરોધીથ પર છે, જેનો અર્થ છે કે તે પૃથ્વી અને સૂર્યની વિરુદ્ધ છે. આ સ્થિતિમાં મંગળ પૃથ્વીની સૌથી નજીક હશે અને તેના સૌથી વધુ તેજસ્વી દેખાશે. તે જ સમયે, યુરેનસ અને નેપ્ચ્યુનને નરી આંખે જોવું મુશ્કેલ બનશે અને તેમને જોવા માટે ટેલિસ્કોપની જરૂૂર પડશે.

Advertisement

એકીસાથે 7 ગ્રહોને જોવાનો સૌથી સારો સમય સૂર્યાસ્ત પછી 45 મિનિટનો છે. સૌથી મહત્વની વાત એ છે કે તે લગભગ ત્રણ કલાક સુધી જોઈ શકાય છે. નાસા અનુસાર, શુક્ર અને શનિ સૂર્યાસ્ત પછી દક્ષિણ-પૂર્વમાં દેખાશે, જ્યારે ગુરુ આકાશમાં ઊંચે ચમકતો જોવા મળશે. મંગળની વાત કરીએ તો તે પૂર્વ દિશામાંથી જોઈ શકાય છે.

આ દુર્લભ ગ્રહોની ગોઠવણી ભારતમાં પણ જોઈ શકાય છે. આ ખગોળીય દૃશ્ય લગભગ દરેક ભારતીય શહેરમાંથી જોઈ શકાય છે. 6માંથી 4 ગ્રહો કોઈપણ ટેલિસ્કોપ વિના જોઈ શકાય છે. તેમાં શુક્ર, મંગળ, ગુરુ અને શનિનો સમાવેશ થાય છે. જો કે, યુરેનસ અને નેપ્ચ્યુન થોડા અસ્પષ્ટ છે, તેથી તમારે તેમને જોવા માટે ટેલિસ્કોપની જરૂૂર પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement