રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે વરસાદથી બંધ થયેલા રાજકોટ જિલ્લાના વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર રાબેતા મુજબ જાળવવા માટે વૈકલ્પિક રૂટ શરૂ કરાયા

01:49 PM Jul 22, 2024 IST | admin
Advertisement

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના છ જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવર ટોપિંગ) આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પિક માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

Advertisement

આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા પ્રમાણે, (૧) રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ-વોરાકોટડા માર્ગ પર પાણી આવી જતાં રસ્તો બંધ થયો છે. જેથી ગોંડલ બાંદ્રા વોરકોટડા વૈકલ્પિક રસ્તો શરૂ કરાયો છે. પાણી ઉતર્યા બાદ આ રોડનો ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવશે.

(૨) ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ ચેકડેમ કમ કોઝવે ઓવરફ્લો થતા બંધ થયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહન માટે ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે.

(૩) ઉપલેટા તાલુકાનો મોજીરા-ભાંખ ક્લરીયા રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતાં બંધ થયો છે. પરંતુ તાલુકા મથક પર જવામાં આ બંધ રસ્તો નડતો નથી.
(૪) ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ (૫) ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ (૬) ધોરાજી તાલુકાનો મોટી મારડ-ચિખલીયા રોડ અતિભારે વરસાદના લીધે બંધ થયેલ છે. આ માર્ગો સામે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતર્યા બાદ ઉપરોક્ત તમામ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsheavyrainMonsoonrainrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement