For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માતમાં પ્રૌઢનો ભોગ લેનાર ચાલકની સાથે કાર માલિકને પણ આરોપી બનાવાયો

04:18 PM Mar 02, 2024 IST | Bhumika
અકસ્માતમાં પ્રૌઢનો ભોગ લેનાર ચાલકની સાથે કાર માલિકને પણ આરોપી બનાવાયો
  • બન્ને સામે સાપરાધ મનુષ્ય વધની આકરી કલમ હેઠળ ગુનો નોંધાયો, કારમાલિકની શોધખોળ

રાજકોટના સહકાર રોડ પરના ત્રિશુલ ચોકમાં બેકાબુ કારના ચાલકે એક રાહદારીને હડફેટે લીધા બાદ એક છાત્રાને હડફેટે લીધી હતી.જેમાંથી રાહદારીનું મોત નિપજયું હતું.આ ઘટનાને પગલે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.ભક્તિનગર પોલીસે સાપરાધ મનુષ્યવધ જેવી આકરી કલમ હેઠળ ગુનો દાખલ કરી લલુડી વોંકળી પાસે રહેતા કાર ચાલક સન્ની મહેન્દ્ર દાઈમાની અટકાયત કરી હતી.પોલીસે કારના માલીક અશોક કુશવાહા સામે પણ મદદગારીનો ગુનો નોંધ્યો છે.

Advertisement

આ અકસ્માતમાં ઘાયલ કુમકુમ ચંદ્રેશભાઈ કાનાણી (ઉ.વ.19, રહે. હસનવાડી શેરી નં.2, ત્રિશુલ ચોક નજીક)ને પોલીસે ફરિયાદી બનાવી છે.કુમકુમ કાલાવડ રોડ પરના આણંદપર ગામ પાસે આવેલી ગાર્ડી કોલેજમાં નર્સિંગના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.તેણે પોલીસને જણાવ્યું કે,દરરોજ સવારે કોલેજ જવા માટે તે ત્રિશુલ ચોક પાસે આવતી હતી.જયાંથી કોલેજની બસમાં બેસતી હતી.નિત્યક્રમ મુજબ સવારે પણ ત્રિશુલ ચોકમાં આવી હતી.તે વખતે તેની સાથે અભ્યાસ કરતી પ્રિયા અને મહિલા પ્રોફેસર પણ હતા.ત્રણેય બસની રાહ જોઈ ઉભા હતા ત્યારે બલેનો કાર ગાયત્રીનગર મેઈન રોડ પરથી વળાંક લઈ ઘસી આવી હતી.

આ કાર એક બાઈકને હડફેટે લીધા બાદ પુરઝડપે આગળ વધી એક રાહદારીને હડફેટે લીધા હતા. એટલું જ નહીં તે રાહદારીને ઢસડી કાર તેમની તરફ ઘસી આવતાં બધાં ત્યાંથી ભાગી ગયા હતા.પરંતુ તે ભાગી નહીં શકતા કારે તેને હડફેટે લીધા બાદ દુકાનના શટરમાં ઘુસી ગઈ હતી.આ અકસ્માતમાં જે રાહદારીને હડફેટે લેવાયા તેમનું નામ નલીનભાઈ નરોત્તમભાઈ સિધ્ધપુરા (ઉ.વ.55, રહે. નારાયણનગર-2, સહકાર મેઈન રોડ) હતું.તેને સિવીલમાં ખસેડાયા હતા.જયાં તેનું મોત નિપજયું હતું.નલીનભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતા.ટેન્કરની ટાંકીઓ બનાવવાની સાથે ગેરેજનું કામ પણ કરતા હતા. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સવારે વોકીંગમાં નીકળ્યા હતા ત્યારે કારની હડફેટે ચડી જતાં જીવ ગુમાવ્યો હતો.આ અકસ્માતને પગલે ઉહાપોહ મચી ગયો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ભક્તિનગર પોલીસનો સ્ટાફ તત્કાળ સ્થળ પર પહોંચી ગયો હતો.

Advertisement

આરોપીને કાર આવડતી જ નહોતી, અગાઉ છ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

કાર ચાલક અકસ્માત સર્જી કાર રેઢી મુકી ભાગી ગયો હતો.પોલીસે તેની તત્કાળ ઓળખ મેળવી તેને ઝડપી લેવાયો હતો.કારનો માલીક અશોક કુસવાહ છે.તેની પાસેથી વિશાલ નામનો શખ્સ કાર લઈ ગયો હતો.વિશાલ પાસેથી ભરત અને ભરત પાસેથી સન્ની સુધી કાર પહોંચી હતી. સન્નીને ડ્રાઈવીંગ આવડતું નથી.સવારે લલુડી વોંકળી પાસેથી તે કાર લઈ નીકળ્યા બાદ અકસ્માત સર્જયો હતો.સન્ની અગાઉ ચોરીના છ ગુનામાં પકડાઈ ચૂકયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement