રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રાવણ માસના તહેવારને કારણે કાર્ડધારકોને વધારાની એક કિલો ખાંડ અને 1 લીટર સીંગતેલની ફાળવણી

12:05 PM Jul 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને પુરતા પ્રમાણમાં રાશનનો જથ્થો મળતો ન હોય જે ફરિયાદને ધ્યાને રાખીને પુરવઠા નિગમે તહેવારો પર ગરીબ લોકોને પુરતા પ્રમાણમાં રેશનીંગનો જથ્થો મળી રહે તે માટે આ વખતે 100 ટકા રેશનીંગનો જથ્થો ફાળવવામાં આવ્યો

છે. ઉપરાંત તહેવારનોને ધ્યાને રાખીને 1 કિલો વધારાની ખાંડ અને 1 લીટર શિંગતેલ ફાળવવામાં આવ્યું છે.
રાજ્યમાં ગરીબ રેખા નિચે આવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડ દ્વારા દર મહિને રાજ્ય સરકાર પુરવઠા નિગમ દ્વારા સસ્તાભાવે રેશનીંગનો જથ્થો પુરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા છ મહિનાથી તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવતો ન હોય અને ચણાનો જથ્થો પણ અપૂરતો અને 50 ટકા જ ફાળવવામાં આવતો હતો જેના કારણે રેશનકાર્ડ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો પણ તહેવારો ખુશીથી ઉજવી શકે તે માટે આ વખતે રાજ્ય સરકાર મહેરબાન બની છે. અને પુરવઠા નિગમ દ્વારા ઓગસ્ટ મહિનાની પરમીટમાં ઘઉં, ચોખા, બાજરીનો 100 ટકા જથ્થો ફાળ્યો છે. આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી તુવેરદાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ તે વાતને ધ્યાને લઈને ઓગસ્ટ મહિનામાં 100 ટકા તુવેરદાળ તેમજ 100 ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

તહેવારોને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને 1 લીટર શિંગતેલ ફાળવવામાં આવ્યું છે. શિંગતેલ 100 રૂપિયા લિટર કાર્ડ ધારકોને આપવામાં આવશે. જ્યારે મીઠાનો જથ્થો 50 ટકા જ ફાળવવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsShravan festival
Advertisement
Next Article
Advertisement