ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી તબીબી સેવા આપતી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત

03:28 PM Apr 24, 2025 IST | Bhumika
Advertisement

મનપા દ્વારા વેબસાઈટ જાહેર, વધુ વિગત માટે જિલ્લા પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, 1949 અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની તબીબી સંસ્થાઓ જેવી કે કલીનીક, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, લેબોરેટરી વગેરેની નોંધણી કરવામાં આવતી હતી જે કામગીરી ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 તેમજ ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ રૂૂલ્સ - 2022 અમલમાં આવતા બંધ કરવામાં આવેલ છે.

ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 અંતર્ગત જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, કલીનીક, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજીંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. આ અધિનિયમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજીયાત છે જે માટે રાજકોટ શહેરીની તમામ તબીબી સંસ્થાઓને ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 હેઠળ https://clinicalestablishment.gipl.in  વેબસાઈટ પર લોગીન કરીને સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવે છે.

વધુમાં જણાવવાનું કે જો આપની સંસ્થા બાયોમેડીકલ વેસ્ટ જનરેટ ના કરતું હોય તો તે અંગેની બાહેધરી રજુ કરવા અને જો આપની સંસ્થાની હાઈટ 9 મીટર કરતા ઓછી અને 500 સ્ક્વેર મીટર કરતા ઓછી હોય તો તેની બાહેધરી રજુ કરવા જણાવવામાં આવે છે. વધુમાં આ અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો support-ceagujarat.gov.in પર ઈ-મેલ કરવા તેમજ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, રાજકોટનો સંપર્ક કરવા માટે આથી જણાવવામાં આવે છે.

Tags :
allopathicAyurvedicgujaratgujarat newshomeopathic medical servicesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement