વધુ 18 આવાસોની ફાળવણી રદ
રૂડા દ્વારા આજે પણ આવાસનો હપ્તો ન ભરનાર લાભાર્થીઓ વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરી વધુ 18 આવાસોની ફાળવણી રદ કરી નોટિસ પાઠવવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતEWS-I પ્રકારના (1) ટી.પી.09 એફ.પી.09/એ, એકલવ્ય હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા ચુલા હોટલ પાછળ, કાલાવડરોડ, રાજકોટ, (2) ટી.પી.17 એફ.પી.89,અવધ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,અવધ કલબ રોડ, કાલાવડ રોડ, રાજકોટ તથાEWS-II પ્રકારના (3) ટી.પી.17 એફ. પી.80, પરિવાર હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા પાછળ, રૂૂડા નગર 3ની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ, (4) ટી.પી. 09 એફ.પી.33/એ, ઓમહાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલ વાડીની પાસે, ઇસ્કોન મંદિરની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ અને (5) ટી.પી.17 એફ.પી.95, વુંદાવન હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, અવધ કલબ રોડ, કાલાવડ રોડ, રાજકોટ નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા રૂૂડામાં રકમ જમા કરાવેલ નથી. બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવ્યા હતા.
