જૂનાગઢમાં બેંક મેનેજરની આત્મહત્યા કેસમાં પોલીસની ઢીલીનીતિના આક્ષેપ
જૂનાગઢ ગત બીજી ફેબ્રુઆરીના રોજ ઝાંઝરડા રોડ પર આવેલ યુનિયન બેંક ના મેનેજરે બેંક સામે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તારી આ બનાવમાં પોલીસે એડી નોંધણી તપાસ નો દોર શરૂૂ તો કર્યો પરંતુ આત્મહત્યા કરનારની સુસાઇડ નોટ ના અર્થઘટન પોલીસ દ્વારા ક્યાંક મન માફક કરવામાં આવ્યા હોય તેવું આ મામલે લોકોને લાગી રહ્યું છે.
બનાવની આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ યુનિયન બેંક ના રિજિયોનલ મેનેજર સીયારામ પ્રસાદે ગત્ 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આત્મહત્યા કરી હતી મેનેજર સીયારામ પ્રસાદ ની સ્યૂસાઇડ નોટ માં સંસ્થાના એમડી મેડમને સંબોધી સ્પષ્ટ લખ્યું છેકે અસંભવ ટાર્ગેટ ન આપો નહિ તો મારા જેવા ઘણા બેંક કર્મચારીઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે. જો કે બેંક માં હાલના કર્મચારીઓ કે મેનેજર આ આત્મહત્યા મામલે કશું જ બોલવા તૈયાર નથી ત્યારે સહ કર્મચારીઓ ડરના કારણે ચુપ છે કે પછી કોકને બચાવવાની કોશિશ થઈ રહી છે ? એ સવાલ હજુ સુધી વણઉકલ્યો છે જો પોલીસ આ મામલે નિષ્પક્ષ અને નીડર તપાસ કરે તો ન્યાય માટે કામની વિગતો બહાર આવી શકે તેમ છે.
જો કે આ મામલે પોલીસે અત્યાર સુધી આ સ્યુસાઈડ નોટ કેમ છુપાવી ? કોને બચાવવાની કોશિશ થઈ રહી છે ? સહિતના સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. પોલીસે સ્યુસાઇડ નોટમાં કામનો બોજ કારણભૂત હોવાનું જણાવ્યું હતું આ અંગે જવાબદાર પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે કે સીયારામ પ્રસાદે કામનો બોજ વધુ હોય ત્રણ ડિપાર્ટમેન્ટ ની કામગીરી કરવી પડતી હોય, અને અસંભવ ટાર્ગેટ આપેલ હોય મજબૂરીથી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
જ્યારે સીયારામ પ્રસાદે સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે એમ.ડી મેડમ આટલું અસંભવ ટાર્ગેટ ને કામ ન આપો નહીંતર મારી જેમ અન્ય લોકો પણ આ પગલું ભરવા મજબુર બનશે. મારા પરિવારની જવાબદારી તમારી છે જેથી પરિવારને પેન્શન અને પત્ની ને નોકરી આપશો. તેમણે પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે 31 મે 2021 ના રોજ તેમણે નોકરી જોઈન્ટ કરી હતી નિમણુંક પત્રમાં એક વિભાગની કમગીરી લખેલ હતી પણ આ મેનેજર પાસે સીઆરડીએલ સીએમસીસી આરસીઓસી આમ ત્રણ ત્રણ વિભાગોની જવાબદારી આપી જે પૂરી થઈ શકે તેમ ન હોય હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું.
આ સ્યુસાઈડ નોટ ઘણું કહી જાય છે બેન્કો સ્ટાફની માનસિક સ્થિતિની વાસ્તવિકતા દર્શાવે છે.પરંતુ સવાલ એ પણ છે કે પોલીસ તપાસ માં સત્ય શું છે એ બહાર આવશે ખરું ? એવી કઈ મજબૂરી હતી કે બેંક મેનેજર ને આ પગલું ભરવું પડયું ? આ સવાલ હજુ કેટલાયને આ મામલે ગળે ઉતરતો નથી.