નાગરિક બેંકમાં મળતિયાઓને શેર ફાળવ્યાના આક્ષેપો
એકથી પાંચ લાખના વ્યકિત દીઠ વધારાના શેર આપી દીધાની નાગરિક બેંક બચાવો સંઘની ફરિયાદથી ચકચાર
માત્ર એક હજાર સભાસદોને નહીં પરંતુ તમામ સાડા ત્રણ લાખ સભાસાદોને દર વર્ષે ડિવિડન્ડ ના સ્વરૂૂપે અઢાર હજાર થી નેવું હજારની માતબર રકમ ચૂકવો, વધારાના શેર લેવા માટે સમાનતાના કાયદા પ્રમાણે તમામને પૂરતી તક આપો. હાલ માં દરેક સભાસદ માત્ર રૂૂપિયા પચાસનો શેર ધરાવે છે અને તેને માત્ર વાર્ષિક નવ રૂૂપિયા ડિવિડન્ડ મળે છે. રાજકોટ નાગરિક બેન્ક સંઘ દ્વારા વધારાના શેર લેવા માટે જાહેરમાં રૂૂ. 2500/- ની મર્યાદા નક્કી કરી છે જેમને માત્ર રૂૂ. 450/- નું ડિવિડન્ડ મળે છે પરંતુ આઘાત અને આશ્ચર્યની હકીકત એ છે કે બેન્કના સંચાલકો દ્વારા કેટલાક વર્ષોથી ડિરેક્ટરો, ડેલિગેટો, લોકલ કમિટ્ટીના સભ્યો તેમજ મળતીયાઓને રૂૂ. એક લાખથી રૂૂ. પાંચ લાખ સુધીના વ્યક્તિ દીઠ વધારાના શેર ગેરકાયદેસર રીતે ફાળવી દીધેલ છે. એટલુંજ નહીં તેમના કુટુંબી જનો અને સગા વહાલાઓને આ ગેરકાયદેસર લાભ અપાયેલ છે. નાગરિક બેન્ક દ્વારા દર વર્ષે દોઢસો કરોડ જેટલો નફો થાય છે અને તેમાંથી 18% ડિવિડન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી ચૂકવાય છે. ભારતીય બંધારણ અને સહકારી કાયદા પ્રમાણે સમાનતાના હક,સતા અને અધિકારના આરીતે લીરે-લીરા ખાનગી રાહે થાય છે.
નાગરિક બેન્ક બચાવો સંઘના અગ્રણીઓ સર્વ ડેલિગેટ પંકજ કોઠારી, દિપક કારીયા, મનીષ રાવલ, ઉમેશ દફતરી, લક્ષ્મણ મકવાણા, વિશ્વેશ ધોળકિયા, ચંદુભા પરમાર, અશોક રાવલ, વિબોધ દોશી તેમજ ખેંગાર યોગીજીએ વધુમાં જણાવ્યું છે કે રિઝર્વ બેન્કની સૂચના પ્રમાણે કાલબાદેવી તેમજ જુનાગઢ બ્રાન્ચના બેન્કના અંદરના અને બહારના કૌભાંડકારો સામે ફોજદારી ફરિયાદો નોંધાવો. રિઝર્વ બેન્કે જાતે કાલબાદેવીના પચ્ચીસ જેટલા લોન ખાતાઓ અને જુનાગઢના 35 જેટલા લોન ખાતાઓની સઘન ઊંડી તપાસ કરેલ છે. તેમાં થયેલા કૌભાંડો, ગેરરીતિઓ ખજ્ઞમયક્ષિ જ્ઞાયફિશિંક્ષલ વિગેરે બહાર આવતા ચોંકી ઊઠેલ. આથી રાજકોટ નાગરિક બેન્કને કાલબાદેવીના તેમજ જુનાગઢ બ્રાન્ચના તમામ લોન ખાતાઓનું ફરીથી સ્ટેચ્યૂટરી ઓડિટ કરાવીને હકીકત લક્ષી રિપોર્ટ રિઝર્વ બેન્કે માંગ્યો છે. નાગરિક બેન્ક દ્વારા કહીપણ છુપાવવામાં આવશે તો આકરા પગલાં લેવા અંગે ગંભીરતા પૂર્વક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લેખિત તેમજ મૌખિક રીતે હુકમો આપ્યા છે. બેન્ક બચાવો સંઘ પાસે આ અંગેની સંપૂર્ણ માહિતી છે.
રાજકોટ નાગરિક બેન્ક સત્વરે તમામ પ્રકારના શિક્ષાત્મક પગલાં નહીં લે તો બેન્કની નાણાંકીય સધરતા લુપ્ત થઈ જશે. નાગરિક બચવો સંઘના હોદ્દેદારો અને સદસ્યો નાગરિક બેન્કને પોતાની માતૃસંસ્થા ગણે છે જે જગ જાહેર છે. બેન્કના નાના થાપણદારો, સભાસદો, ગ્રાહકો વિગેરી મળીને દસ લાખથી વધુ લોકો છે અને તેની આર્થિક સુરક્ષા માટે આ સંઘ બન્યો છે. સંઘ પાસે તમામ લોન કૌભાંડો, ફ્રોડ વિગેરેની જીણામાં જીણી વિગતોના પુરાવાઓ ઉપલબ્ધ છે.
છેલ્લા દસેક વર્ષમાં દોઢસો થી વધુ સહકારી બેન્કો ડૂબી ગયેલ છે અને નાના-મધ્યમ માણસોની પરસેવાની કમાણી પણ આથી ડૂબી ગયેલ છે. રાજકોટ નાગરિક બેન્કની બહારથી દેખાતી સધરતા તેમજ નાણાકીય લિકવિડિટી આ કૌભાંડોના લાગેલા કેન્સરથી ગમે ત્યારે નાશ પામી શકે તેવી દેહસત છે. નવેમ્બર-2024 બાદ નવા ડિરેક્ટરો આવ્યા છે ત્યારે તેઓ પાસે બેન્કને શુધ્ધ, કૌભાંડ રહિત અને પારદર્શી બનાવવા જાહેર જનતાની અપેક્ષા છે. નાગરિક બેન્ક આશરે 65 કે 67 વર્ષ સુધી જેવી રીતે લોકોનો વિશ્વાસ અને ભરોસો જાળવીને પ્રગતિ કરી રહેલ હતી તેની પુન: સાતનાં થાય તે માત્ર જરૂૂરી નહીં પરંતુ અનિવાર્ય છે. દસ હજાર કરોડનો બિઝનેસ ધરાવતી બેન્ક કોઈ 4-5 પદાધિકારીઓ અને અધિકારીઓની સિન્ડીકેટમાં સપડાઈ ગઈ છે ત્યારે તેને તેમાંથી મુક્ત કરવી એ રાજકોટ, ગુજરાતના આર્થિક જગત માટે પણ આવશ્યક છે.
