ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમિત ખૂંટ કેસમાં અતાઉલના કોર્ટમાં આક્ષેપ, ગેરકાયદેસર કસ્ટડી અને રીબડાના બાપ-દિકરાના નામો ખોલવાની ધમકી

12:45 PM Sep 24, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલ પંથકમાં ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં એલસીબી દ્વારા વધુ એકની અટક કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો જ્યાંથી કોર્ટમાં રજૂ કરતાં નામદારે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Advertisement

નાસતા ફરતાં આરોપીને અતાઉલ મણીયારને એલસીબી દ્વારા 12 કલાકથી વધુ સમય અટક બતાવવામાં ન આવી હોવાનાં આક્ષેપ તેમજ ગેરકાયદેસર કસ્ટડી અન્ય કેસોમાં ફસાવી દેવાની ધમકી ઉપરાંત પોલીસ સ્ટેશનમાં શારીરીક અને માનસિક ટોર્ચર કરી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં બળજબરી પૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ રાજદીપસિંહ જાડેજાનુ નામ આપવા માટે દબાણ કરી વિડિયો રેકોર્ડિંગ કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા જો નામ ન આપું તો અન્ય કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

તેવું નિવેદન ગોંડલ કોર્ટ સમક્ષ આપતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જ્યારે તબીબી તપાસ કે દુર્વ્યવહારની કોઈ ફરિયાદ કરવા માંગતો ન હોવાથી ગોંડલ કોર્ટ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો ત્યારે આરોપી અતાઉલ બદરૂૂદ્દીન મણીયારે એલસીબી તેમજ ગોંડલ તાલુકા પોલીસ વિરુદ્ધ કોર્ટમાં આક્ષેપો ભર્યું નિવેદન આપતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ ફરી વિવાદમાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Tags :
Amit Khunt casegondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement