For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગણેશ મહોત્સવ અને શાળાઓમાં પણ ભાજપના સભ્યો બનાવતા હોવાનો વાલીમંડળનો આક્ષેપ

06:08 PM Sep 13, 2024 IST | admin
ગણેશ મહોત્સવ અને શાળાઓમાં પણ ભાજપના સભ્યો બનાવતા હોવાનો વાલીમંડળનો આક્ષેપ

શાળાઓમાં કોઇ રાજકીય પક્ષ દબાણ કરે તો જાણ કરો

Advertisement

હાલમાં આપણાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. અબાલવૃધ્ધ સૌ ભક્તિભાવથી આ ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે. આવા ઉત્સવ અને ધાર્મિક માહોલમાં કેટલીક જગ્યાએ પંડાલોમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે. તમે કેટલીક સ્કૂલોમાં પણ બાળકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે મોટાભાગની સ્કૂલોના ટ્રસ્ટીઓ શાસકપક્ષ સાથે ઘરોબો ધરાવતા હોય અને કેટલાક જિલ્લા શિક્ષણાધિકારીઓ પણ આંખમિચામણા કરતા હોવાનું જાણવા મળેલ છે .

ત્યારે ખાસ કરીને વિધાર્થીઓ અને વાલીઓને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બીક, લાલચ કે શરમના કારણે મને કમને આવી સદસ્યતા સ્વિકારી રહ્યા છે. જે યોગ્ય નથી. કેટલીક જગ્યાએ વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ગણેશ ભગવાન આપણાં સૌના આસ્થાના પ્રતિક છે. ધાર્મિક મેળાવડામાં અને ઉત્સવી માહોલમાં આવું સદસ્યતા અભિયાન ચલાવવું યોગ્ય નથી.

Advertisement

આવું સદસ્યતા અભિયાન ચલાવવા માટેના અન્ય ઘણાં રસ્તાઓ અને બીજી વ્યવસ્થા થઈ શકે પરંતુ કમસે કમ આવા ધાર્મિક ઉત્સવોમાં આવું અભિયાન ચલાવવામાં આવે તે યોગ્ય નથી કોઈપણ સ્કૂલોમાં કોઈ પણ રાજકીય પક્ષો આવી અને સદસ્ય બનાવે અથવા જબરદસ્તી કરે તો રાજ કોર્ટ શહેર જિલ્લા વાલી મહામંડળના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા મો 94262 29396 નો સંપર્ક કરવા અંતમાં રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી તથા સહમંત્રી જીતુભાઈ લખતરીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement