For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર ઓફિસર પાસેથી કબજે થયેલા 50 હજાર બાબતે મળવા આવેલા તમામની થશે પૂછપરછ

04:03 PM Aug 14, 2024 IST | admin
ફાયર ઓફિસર પાસેથી કબજે થયેલા 50 હજાર બાબતે મળવા આવેલા તમામની થશે પૂછપરછ

અનિલ મારૂ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર, તપાસમાં અનેક રાઝ ખૂલશે

Advertisement

ફાયર એનઓસીની મંજૂર અને નામંજૂર કરેલી અરજીઓ મગાવતી એસીબી

વેપારી સાથે ફોન ઉપર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પુરાવા રૂપે કબજે

Advertisement

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ મહાનગરપાલિકાના ભષ્ટતંત્રની પોલ ખૂલી હતી. અગ્નિકાંડની ઘટના બાદ ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં મોટાપાયે ફેરફારો થાય બાદ પણ મહાનગરપાલિકાની વહિવટી કામગીરીમાં ભ્રષ્ટાચાર નાબૂદ ક્યારેય થશે નહીં તેવું લગી રહ્યું છે.

મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચિફ ફાયર ઓફીસર અનિલ બેચર મારૂની એસીબીએ રૂા.1.80 લાખની લાંચ લેતા ધરપકડ કર્યા બાદ તેની ત્રણ દીવસના રીમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે એસીબીએ લાંચ લેવા પૂર્વે ફાયર સેફ્ટીના સાધનો ફીટીંગનું કામ કરતા વેપારી સાથે થયેલી મોબાઇલની વાતચીતનું રેકોડીંગ પૂરાવારૂપે કબજે ર્ક્યુ છે. આ મામલે તપાસમાં દરોડા લાંચના દરોડા દરમિયાન એસીબીએ અનિલ મારૂના ટેબલમાંથી રૂા.50 હજાર રોકડ કબજે કરી હોય આ રોક્ડ બાબતે તપાસ માટે એસીબીએ અનિલ મારૂને મળવા આવનાર તમામની યાદી તૈયાર કરી તેમની પૂછપરછ માટેની તૈયારી શરૂ કરી છે.

ભૂજથી રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચિફ ફાયર ઓફીસર તરીકે ચાર્જ સંભાળનાર અનિલ બેચર મારૂને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા બાદ હવે તેની મિલ્કતો અને બેન્ક લોકર અંગે એસીબીએ તપાસ શરૂ કરી છે. એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ અને જામનગર એસીબીની ટીમ અલગ-અલગ મુદ્દાઓ ઉપર તપાસ કરી રહી છે. 43 દિવસ પૂર્વે જ ચિફ ફાયર ઓફીસરનો ચાર્જ સંભાળનાર અનિલ મારૂએ છેલ્લા 43 દિવસમાં ફાયર એનઓસી કેટલી અરજી મંજૂર કરી અને કેટલી અરજી નામંજૂર કરી તેની વિગતો એસીબીએ મેળવી છે. જેમાં મંજૂર થયેલી 139 અરજીઓમાં એસીબીએ આ તમામ અરજદારોને તેડું મોકલ્યું છે અને અનિલ મારૂ સાથે કોઇ આર્થિક વ્યવહાર થયો છે. કે કેમ? અને મંજૂરી આપવામાં આવી છે તો તેમાં શરતોનું પાલન થયું છે કે કેમ? તે બાબતે તપાસ સાથે નામંજૂર થયેલ અરજીના અરજદારોને પણ આ મામલે પૂછપરછ માટે તેડું મોકલ્યું છે.

મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસર અનિલ બેચર મારૂએ ચાર્જ સંભાળ્યાની સાથે જ ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનામાં પૂર્વ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં જેલમાં છે. તે વિચાર્યા વગર બેફામ ભ્રષ્ટાચાર શરૂ કરી દીધા હોય અનિલ મારૂની ચેમ્બરમાં અવર-જવર કરતા એન્જટો અને વચેટીયાઓ સક્રિયા થઇ ગયા હોય. આવા વચેટીઓ પણ અવર-જવર કરતા હોય તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસીને લઇને કડ્ક ચેકિંગ હાથ ધરયું હોય અને તેમાં ચેકિંગમાં મંજૂરી વગરના રેસ્ટોરન્ટ, હોટેલ, સ્કૂલ સહિતના અનેક વ્યવસ્યા એકમોને સીલ કરી દીધી હોય. ત્યાર બાદ મહાનગરપાલિકામાં ફાયર એનઓસી મેળવવા માટે લોકોના ઘસારો વધ્યો હોય અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરે તે તકનો લાભ લઇ વહીવટ શરૂ કરી દીધા હતા. અનિલ મારૂ લાંચ લેવામાં જેટલો બેફામ હતો તેટલો સર્તક અને શતીર હતો તે પોતાના અંગત વ્યક્તિઓ મારફતે લાંચ લેતો હોય. તે મામલે એસીબીએ તપાસ શરૂ કરી છે.

ફાયર NOC માટે અનિલ મારૂની ઓફિસમાં અવરજવર કરતા વચેટિયાઓપણ રડારમાં
રૂા.1.80 લાખની લાંચ લેતા પકડાયેલા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ બેચર મારૂની ધરપકડ થયા બાદ તેની એસીબીએ રીમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરતા કેટલાક રહસ્યો ખૂલ્લે તેવી શક્યતા છે. ફાયર એનઓસીની ચેકિંગની ધોંસ વધતા અનિલ મારૂએ તે તકનો લાભ લઇ વહીવટ શરૂ કર્યા હોય. તેમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં કેટલાક એજન્ટો અને વચેટીયાઓ તેમજ ભુતકાળમાં વગોવાએલા આર્કિટેક સહિતના કેટલાક શખ્સોની અવર-જવર હોય તે બાબતે પણ એસીબીએ આવા વચેટીયાઓને રડારમાં રાખ્યા છે અને જરૂર પડીયે આ મામલે વચેટીયાઓની પણ પૂછપરછ કરવામાં આવશે. અનિલ મારૂએ ફાયર એનઓસી માટે જાણે ભાવ પત્રક બનાવ્યો હોય તેમ નવા બિલ્ડિંગના એનઓસી માટે 1 લાખથી 1.50 લાખ અને રીન્યુ માટે 30 હજારથી લઇ 50 હજાર સુધીની રક્મ પડાવતો હતો. એસીબીએ આ તમામ બાબતો ઉપર તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement