For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ

05:58 PM Aug 19, 2025 IST | Bhumika
પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ

પર્યુષણ પર્વ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતુ હોવાનુ જાહેરનામુ આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. નવ દિવસના પર્વ દરમિયાન જાહેરનામાના ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

Advertisement

શહેરમાં આગામી તા.20/08/2025થી તા.28/08/2025 ના રોજ પર્યુષણ પર્વ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે થી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement