ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી

01:03 PM Dec 09, 2025 IST | Bhumika
Advertisement

નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી હતી. ગર્ભગૃહ અને મંડપ વિસ્તારમાં આવેલી દુકાનોના કારણે યાત્રાળુઓની અવરજવર અવરોધિત થતી હતી.

Advertisement

અને ભીડ જનાવીને અસુવિધા સર્જાતી હોવા અંગે લાંબા સમયથી યાત્રાળુઓ, સ્થાનિક નાગરિકો તથા જાહેર પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. સાથે જ સ્થાનિક દુકાનદારો દ્વારા પણ દરેકને સમાન વ્યવસાય તક મળે તે માટે આ વિસ્તરમાંથી દુકાનો દૂર કરવાની માંગ વ્યક્ત કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં મંદિર ટ્રસ્ટીઓએ એફિડેવિટ દ્વારા આ બાબત નક્કી કરી છે કે ભવિષ્યમાં મંદિરના મંડપ વિસ્તારમાં કોઈપણ પ્રકારની દુકાનો મૂકવાની મંજૂરી આપવામાં નહીં આવે. તદુપરાંત, મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ એક એફિડેવિટ મારફતે 22 સીટ ધરાવતા વિશ્વસ્તરીય શૌચાલયના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 10 પુરુષો માટે, 10 સ્ત્રીઓ માટે અને 2 દિવ્યાંગજનો માટેની સુવિધા રહેશે. આ શૌચાલય યાત્રાળુઓ માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે અને તેનો નિયમિત રીતે ઉચ્ચ ધોરણે સંચાલન અને જાળવણી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પગલાઓથી યાત્રાળુઓની સુરક્ષા, અવરજવર, સ્વચ્છતા અને સમગ્ર આધ્યાત્મિક અનુભવમાં નોંધપાત્ર સુધારો થશે અને મંદિરમાં આવતા ભક્તો માટે વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણ ઉપલબ્ધ થશે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsNageshwar Mahadev Temple
Advertisement
Next Article
Advertisement