For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે બધા ખનીજવાળા રજા પર છે કોઈ આવશે નહીં: વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

12:31 PM Dec 09, 2023 IST | Sejal barot
આજે બધા ખનીજવાળા રજા પર છે કોઈ આવશે નહીં  વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

હળવદ તાલુકામાં બેફામ ખનીજચોરી થતી હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે અને હળવદ તાલુકામાં માતેલા સાંઢની માફક બેફામ ઓવરલોડ ડમ્પરો પણ દોડી રહ્યાં છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં માથક ગામમાંથી પસાર થતા માટીના ડમ્પરને રોકવામાં આવ્યા હતા તેનો વીડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, ખનીજવાળા ગોપાલભાઈએ કહેલું કે તમે ડમ્પર રોકો એટલે અમે આવી જઈશું પરંતુ ગાડી રોક્યા બાદ ફોન કરતા સામેથી રવિભાઈએ જવાબ આપ્યો કે, આજે ખનીજવાળા રજા પર છે કોઈ આવશે નહીં. આજે બધાની ગાડીઓ જવા દેશો. જોકે ડમ્પર ચાલક ગામલોકો સાથે સરપંચને પણ ગાંઠતા ના હોવાનું વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે. અને ડમ્પર ચાલક અપશબ્દો બોલવાની સાથે ધમકીભર્યા અંદાજમાં કહે છે કે તમારાથી થાય તે કરી લેજો એવું વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ અહીંથી રોજના 100થી વધારે માટીના ડમ્પરો પસાર થતા હોવાનું કહી રહ્યાં છે.
જોકે હળવદ તાલુકામાં અવાર નવાર ખનીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠે છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ વીડિયો વાયરલ થતા એવું લાગે છે કે, જાણે ખાણ ખનીજ વિભાગ કોઈ કામગીરી કરવા માગતું નથી. અથવા તો ખાણ ખનીજ વિભાગને માટીના ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં રસ
નથી. જેથી ખાણ ખનીજ
વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement