વેરા વિભાગના સ્ટાફની માર્ચ માસની તમામ રજાઓ રદ
મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષ પૂર્ણ થવાના 31 દિવસ બાકી હોય આખો મહિનો કડક કાર્યવાહી કરવા તમામ સ્ટાફની રજાઓ રદ કરી છેે અને આજે ત્રણેય ઝોનમાં કામગીરી હાથ ધરી વધુ 8 મીલકતો સીલ કરી સ્થળ ઉપર રૂા.27.26 લાખની વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.99 લાખ. મોચી બાજારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.85,458/- શુભમ પાર્કમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.68,630/- જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.03 લાખનો ઙઉઈ ચેક આપેલ. પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.50,100/-નો ઙઉઈ ચેક આપેલ. ણછોડનગરમાં શેરી નં-1માં કિરણ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.51,300/- ભાવનગર રોડ પર કબ્રસ્તાન સામે ભૂમિકા સ્કૂલ નજીક શોપ નં-1 સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.54,105/- કોટક શેરીમાં 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.5.00 લાખ કરેલ હતી.
સેન્ટલ ઝોનમાં પ્રહલાદ રોડ પર આવેલ 1-યુનિટને સીલ કારેલ છે.(સીલ) ટાગોર મેઇન રોડ પર આવેલ 5-યુનિટને સીલ કરેલ છે.(સીલ) ટાગોર રોડ પર દ્વારકા વનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-જી/4 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.56,747/-(સીલ) ટાગોર રોડ એક્યુરેટ સ્ક્વેર થર્ડ ફ્લોર ઓફિસ નં-305 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.78,169/-.(સીલ) એસ્ટ્રોન બિઝનેઝ હબ ફિફ્થ ફ્લોર પર શોપ નં-502 સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.72,900/-. એસ્ટ્રોન બિઝનેઝ હબ ફિફ્થ ફ્લોર પર શોપ નં-501 સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.1.1 લાખ . ટાગોર રોડ પર શ્રી કૃષ્ણા કોર્નર પર ઓફિસ નં-4 સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.76,000/- 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 34-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.15.35 લાખનો ઙઉઈ ચેક આપેલ. ચંદ્રેશનગરમાં અલ્કા સોસાયટી સામે પવન કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.65,533/-.(સીલ)સમ્રાટ ઇન્ડ એરિયામાં 1-યુનિટની સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.1.16 લાખ કરી હતી.