ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદથી 150 કિ.મી વિસ્તારમાં તમામ હોટેલો ફૂલ

04:47 PM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

આવતીકાલથી બે દિવસ કોલ્ડપ્લે શોના પગલે દેશભરમાંથી શોખીનો ઉતરી પડયા, ભાડામાં ત્રણ ગણો વધારો, છાપરાવાળી રૂમોનું ભાડું પણ રૂા.બેથી પાંચ હજાર, મોદી સ્ટેડિયમ આસપાસના મકાનોમાં પણ ભાડાના રૂમની ડિમાન્ડ

Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવનારી 25 અને 26 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સેપ્ટ જોવા માટે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાંથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ક્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસનાં છાપરાવાળા મકાનો પણ બેથી ત્રણ ગણા ભાડા સાથે બુક કરાવવામાં આવી રહ્યા છે.

તેમના બે દિવસ સુધીના રહેવા, ખાવા, નાહવા સહિતની તમામ સુવિધાઓ મકાનના માલિકો હોટલો કરતાં ઓછા ભાવમાં કરી રહ્યા છે. હાલ આ છાપરાવાળી રૂૂમોના પણ 2000થી 5000 રૂૂપિયા સુધીનો એક દિવસનો ચાર્જ લેવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પાસેના કુલ 150 કિલોમીટર સુધીના વિસ્તારની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે અને ભાડાઓ ત્રણ ગણા વધીને 50,000 થી 80,000 સુધી પહોંચ્યા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા સહિતના વિસ્તારોમાં પણ દેશ વિદેશના લોકોએ પોતાની હોટલો બુક કરી છે. જ્યાં હોટલોના માલિકો દ્વારા સામાન્ય ભાડા કરતાં ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના છાપરાવાળા મકાનોમાં રોજના મોટી સંખ્યામાં લોકો રહેવા માટે પૂછપરછ કરી રહ્યા છે. જેના કારણે તે વિસ્તારના મકાન માલિકો પોતાની પાસે રહેલી એક કે બે રૂૂમો પણ આ બે દિવસો માટે ઊંચા ભાડે આપી રહ્યા છે. બે દિવસના શોની કુલ 1.85 લાખ જેવી ટિકિટો વેંચાઇ હોવાથી આ બે દિવસ અમદાવાદના ટ્રાફિક માટે પણ ભારે ગણાવાય છે. પોલીસે સુરક્ષા વ્યવસ્થા સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અનેક રસ્તા વન વે જાહેર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે અમદાવાદ વડોદરાની સાથે નડિયાદ આણંદ ખેડાની હોટલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઉપરથી બ્રિટિશ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાથી હોટલ અને ટુરીઝમને વિકાસનો સારો એવો વેગ મળી રહ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના લોકો આવા આયોજનોને કારણે વધારે ખુશ જોવા મળી રહ્યા છે અને તેઓ પોતાના મકાનમાં એક કે બે રૂૂમ વધારે બનાવીને હવે ભાડે આપી રહ્યા છે.

પ્રેક્ષકોને ચોખાના ફોતરામાંથી બનાવેલા કાંડા બેલ્ટ અપાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. જેમાં કોલ્ડ પ્લેની ટીમે પઝીરો વેસ્ટથની થીમ અપનાવી છે. સ્ટેડિયમને કચરાથી મુક્ત રાખવા ખાસ સ્વયંસેવક લીલા જેકેટમાં હાજર રહેશે. આ ઉપરાંત કોન્સર્ટમાં પેપર કે થર્મોકલને સ્થાને રિયુઝેબલ કપનો ઉપયોગ કરાશે.મહત્ત્વનું છે કે, પ્રેક્ષકોને કાંડા પર પહેરવા અપાનારા કઊઉ રિસ્ટબેન્ડ કૂસ્કી (ચોખાના ફોતરાં)માંથી બનેલા છે. શો પછી રિસ્ટબેન્ડ પાછા આપવાના રહેશે. છેલ્લા 10 દિવસમાં બે હજારથી વધુ ક્રૂ મેમ્બર્સ અને 100થી વધુ ક્ધટેઈનર ભરીને કોન્સર્ટનો સામાન આવી ચૂક્યો છે. આ કારણે એટલી સંખ્યાને મેદાનમાં જ સમાવી લેવા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમની સુરક્ષાથી માંડીને દર્શકોને સ્ટેજ પરના વિઝન સુધીની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમથી જ એનર્જી જનરેટ થશે. કોન્સર્ટના 500થી વધુ ક્રૂ મેમ્બર વેગન ડાયેટને વરેલા છે. ક્રૂમાં 50 ટકા મહિલા છે. કોલ્ડ પ્લેનો દરેક કોન્સર્ટ પર્યાવરણ સરંક્ષણને વરેલો છે. આ શોથી યુવા પેઢીને મેસેજ આપવામાં આવશે. પર્યાવરણનો થીમ હોવાથી સ્ટેડિયમમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

સ્ટેડિયમ સુધી જવા માટે દર સાત મિનિટે મેટ્રો મળશે
કોલ્ડપ્લે કોન્સર્ટમાં 2 લાખથી વધુ લોકો સામેલ થશે. સુરક્ષા, આરોગ્ય અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરાઇ છે.લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. પ્રથમવાર પ્રાઇવેટ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે ગજૠ કમાન્ડો પણ જોડાશે, સાથે કૂલ 3425 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોન્સર્ટને લઇ ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ અમદાવાદ પોલીસે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોનું લિસ્ટ તૈયાર કર્યું છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માટે સ્ટેડિયમ સુધી દર સાત મિનિટે મેટ્રો મળશે, ઉપરાંત મણિનગરથી સ્ટેડિયમમાં આવતા લોકો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંઘ રહેશે, પરંતુ તપોવન સર્કલથી ઘગૠઈ ચાર રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રહેશે. વિસત જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધી વૈકલ્પિક રૂૂટ છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવતા લોકોને પાર્કિંગની તકલીફ ના સર્જાય તેના માટે આયોજક તંત્ર સાથે મળીને સ્ટેડિયમ આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે કૂલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

ગર્ભવતી મહિલાઓને પ્રવેશ ન આપવા મહિલા આયોગની રજૂઆત
અમદાવાદમાં આયોજીત કોલ્ડ પ્લેના લાઈવ કોન્સર્ટમાં ગર્ભવતી મહિલાઓને ધ્યાનમાં લઈને એક અરજદાર દ્વારા મહિલા આયોગને અરજી કરવામા આવી હતી. જે અરજીને રાજ્ય મહિલા આયોગે ધ્યાનમાં લઈને અમદાવાદ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવતી ગર્ભવતી મહિલાઓને પ્રવેશ ન આપવામાં આવે તેવી દરખાસ્ત કરી છે.મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય મહિલા આયોગને એક અરજી મળી હતી.જેને ધ્યાનમાં લઈને આ બાબતે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને કોલ્ડ પ્લે લાઈવ કોન્સર્ટમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પરવાનગી ન આપવા બાબતે વિનંતી કરેલ છે. કોલ્ડ પ્લે લાઈવ કોન્સર્ટમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અવાજના સંપર્કમાં આવવાથી બાળકની શ્રવણશક્તિને નુકસાન થઈ શકે તેમ હોય સગર્ભા સ્ત્રીઓ અને અજન્મ્યા બાળક પર ઉચ્ચ સ્તરના અવાજની ખરાબ અસર વિશે લોકોમાં મોટા પ્રમાણમાં જાગૃતિ આવે એ માટે નિયમોનુસર તપાસ કરી યોગ્ય પગલાં લેવા વિનંતી કરેલ છે.

Tags :
AhmedabadAhmedabad newscold playgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement