For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની ચારેય વીજ કંપનીઓને A+રેટિંગ, DGVCL નં.1

05:41 PM Mar 04, 2025 IST | Bhumika
ગુજરાતની ચારેય વીજ કંપનીઓને a રેટિંગ  dgvcl નં 1

રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજમાળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને અ+ રેટિંગ મળ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જ્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવે છે.

Advertisement

રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલાં વીજ જોડાણો અંગેની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ 1997થી અમલી થયેલી આ યોજના હેઠળ ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યમાં આશરે રૂૂ. 583.34 કરોડના ખર્ચે કુલ 10,96,581 જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણની માહિતી આપતાં ઊર્જામંત્રીએ જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં 2 વર્ષમાં જિલ્લાના વિવિધ તાલુકાના 1419 લાભાર્થીઓને કુલ રૂૂ.65.43 લાખના ખર્યે વીજજોડાણ આપવામાં આવ્યાં છે.

આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂૂ. 1.50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂા.1.20 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે. આ યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘરવપરાશના વીજજોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી તેમ ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું.

Advertisement

પાંચ વર્ષમાં UPSC ટેક્નોલોજીથી સજ્જ એકપણ પંપ લગાવાયો નહીં

કેન્દ્ર સરકારની પીએમ કુસુમ બી અને કુસુમ સી યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સબસીડી પણ આપે છે. પીએમ કુસુમ યોજનાની પોલિસી મુજબ, સોલાર પંપમાં સોલાર કંટ્રોલર સામાન્ય રીતે 150 દિવસ સુધી મોટર ચલાવી શકે છે. પરંતુ યુએસપીસી ટેક્નોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલર 320 દિવસ સુધી મોટર ચલાવવા સક્ષમ છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઊઠાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એવુ તો શું થયુ છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્ષ 2019થી આજ દીન સુધી ગુજરાતમાં યુએસપીસી ટેક્નોલોજી વાળો એકેય સોલાર પંપ લગાવાયો નથી. કેન્દ્ર સરકાર યુપીએસી ટેક્નોલોજી વાળા સોલાર પંપને ખેડૂતોની બમણી આવક કરવાનું પ્રતિક ગણે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોને લેટેસ્ટ સોલાર પંપ માટે કોઈ વિકલ્પ જ અપાતો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement