For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સિંચાઈ વર્તુળના તમામ 73 ડેમ છલોછલ

12:23 PM Aug 30, 2024 IST | Bhumika
રાજકોટ સિંચાઈ વર્તુળના તમામ 73 ડેમ છલોછલ
Advertisement

સૌરાષ્ટ્રમાં છેલ્લા છ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે રાજકોટ સિચાઈ વર્તુળના તમામ 73 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જે પૈકી ભાદર સહિતના 70 ડેમ ઓવરફ્લો થતાં હાલ 38 ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તમામ ડેમ 100 ટકા ભરાઈ જતાં કુવા અને બોરના તળ ઉંચા આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના પગલે સૌથી મોટા ભાદર ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના 19 દરવાજા 1.8 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. મોજ ડેમના 17 દરવાજા 1.5 મીટર, આજી-2ના 5 દરવાજા 1.5 મીટર આજી-3ના 8 દરવાજા 2.4 મીટર, સુરવોના 3 દરવાજા 0.45 મીટર, ન્યારી-1ના બે દરવાજા 0.1મીટર, ન્યારી-2ના 5 દરવાજા 1.2 મીટર, ખોળાપીપરના એક દરવાજો 0.6મીટર, છાપરવાડી-2ના 3દરવાજા 1.2મીટર, ભાદર-2ના 17 દરવાજા 1.2મીટર ખોલવામાં આવ્યા હતા.

આ ઉપરાત દરવાજા વગર ના ફોફળ 1.8 મીટરથી, આજી-1 0.4મીટરથી, સોડવદર 0.55મીટર થી, ગોંડલી 0.05મીટરથી: વાંછપરી, વેરી, ફાડદંગ બેટી લાલપરી, છાપરવાડી-1 ઇશ્ર્વરીયા વગેરે અડધા મીટરથી ઓવરફલો થયા છે.મોરબી જિલ્લાના મચ્છુ-1 અને મચ્છુ-2,મચ્છુ-3 ઓવરફલો થયા હતા. મચ્છુ-2ના 16 દરવાજા 2.4 મીટર અને મચ્છુ-3ના 14 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા અન્ય ડેમ બ્રહ્મણી-2, બંગાવડી, ધોડાધ્રોઇ, ડેમી-1 વગેરે ઓવરફલો થયા હતા.જામનગર જિલ્લા સસોઇ, પન્ના, ફલઝર-1, ફલઝર-2, સપડા, વીજરખી,ફોફળ-2, ડાઇમીનસર, ઉંડ-3, આજી-4, રંગમતી, ઉંડ-2 અને ઉમીયાસાગર સહિતના 19 ડેમ ઓવરફલો થયા હતા. દ્વારકા જિલ્લા ના તમામ 11 ડેમ ઓવરફલો થયા હતા. જેમાં ઘી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, શેઢા ભાડથરી, વેરાડી-1, સીંઘાણી, કાબરકા, વેરાડી-2, મીણસાર (વાનાવડ) વગેરે ડેમ ઓવરફલો થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ના 7 ડેમ ઓવરફલો થયા હતા. જેમા વઢવાણ ભોગાવો-1, વઢવાણ ભોગાવો-2, લીંબડી ભોગાવો-1, ફલકુ, વાંસલ, મોરસલ, સબુરી ડેમનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના 72 ડેમ ઓવરફલો થયા છે તેમજ 90% ભરાય ગયેલા ડેમોમાં પાણીની ધીગીં આવક ચાલુ હોય તેમજ હજુ 2 દિવસ વરસાદની આગાહી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના તમમા જળાશયો છલો છલ થઇ ગયાની સુચના સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement