આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ સિલ્વર સ્પેશના સાતમા માળે રહેતા અને આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા હરશીતીબેન હર્ષભાઈ ભારડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં વામ્બે આવાસ યોજનામાં રહેતા મૃતકના માતા ગંગાબેન વિનોદભાઈ ધુળા(ઉ.વ.48) એ દીકરીને આપઘાત કરવા મજબૂત કરનાર પતિ હર્ષ મનુ ભારડીયા અને સાસુ ચંપાબેન સામે આપઘાત માટે મજબૂર અંગેનો ગુનો આજીડેમ પોલીસમાં નોંધવામાં આવ્યો છે.
ગંગાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,દીકરી હરશીતીબેનના લગ્ન આજથી આશરે આઠેક વર્ષ પહેલા મારા નણંદ ચંપાબેનના દિકરા હર્ષભાઇ મનુભાઈ ભારડીયા સાથે થયેલા હતા અને દીકરી હરશીતી અને જમાઇ હર્ષભાઇ ને સંતાનમા એક પુત્ર છે. મારી દીકરી હરશીતી આશરે બે વર્ષથી અહીં રાજકોટ શહેર આ જીડેમ પોલીસ સ્ટેશનમાં પોલીસ માં નોકરી કરતી હતી.ગઇ તા.08/09 બપોરના હું મારી નોકરી પર હતી ત્યારે મારા પતિ મારી પાસે આવેલ અને મને કહેલ કે જમાઇ હર્ષકુમારનો ફોન આવેલ હતો અને જણાવેલ કે આપણી દીકરી હરશીતી એ ઘરે ઝેરી દવા પી લીધેલ છે અને અમો તેણીને અહીં રાજકોટ રાજનગર ચોક પાસે આવેલ સમ્યક હોસ્પીટલમા સારવાર માટે લઇ આવેલ છીએ.જેથી અમે તુરંત જ સમ્યક હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યાં જઇ જોયેલ તો મારી દીકરી બેભાન હાલતમા હતી અને આઈ.સી.યુ. વિભાગમા સારવાર હેઠળ હતી.
બાદમાં ગઈ તારીખ.06/10 ના રોજ તેણીની વધુ સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ ખાતે લઇ ગયેલ હતા અને ત્યાં દાખલ કરેલ હતી અને ગઇ તા.07/10ના રાત્રીના હોસ્પિટલ ના ફરજ પરના તબીબે હરશીતીને જોઇ તપાસી મરણ ગયેલ નુ જાહેર કર્યું હતુ અને પી.એમ. થઇ ગયા બાદ અમો મારી દિકરીની લાશની અંતીમવિધી સારૂૂ મારા જમાઈના ગામ જુનાગઢ ખાતે લઇ ગયેલા અને ત્યાં અંતીમવિધી કરી હતી.
આ હરશીતી ગઇ તા.06/09ના રોજ અમારા ઘરે આવેલ હતી અને ઘરના સભ્યોને જણાવેલ હતુ કે હર્ષ તેની માતાની વાતોમાં આવી અવાર-નવાર મારી સાથે ઝઘડો કરે છે અને મને મા2 મારે છે અને અમો મારા કાકાજી સસરા મનસુખભાઈ ગુજરી ગયેલ હોય ત્યારે જુનાગઢ ખાતે ગયેલ હતા ત્યારે આ હર્ષ અને સાસુ ચંપાબેન નાએ મારી સાથે ઝઘડો કરેલ હતો અને મારી સાસુએ મને બે ફડાકા પણ મારેલ હતા તેમ વાત કરેલ હતી.આ અગાઉ પણ મારી દીકરી પાંચેક વખત તેના પતિ હર્ષ અને તેની સાસુ ચંપાબેન ના દુખત્રાસ થી કંટાળી અમારા ઘરે રિસામણે આવેલી હતી.આ ઘટના મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.