For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ MACP બાર એસો.ના પ્રમુખ પદે અજય જોષીનો વિજય

05:19 PM Feb 20, 2024 IST | Bhumika
રાજકોટ macp બાર એસો ના પ્રમુખ પદે અજય જોષીનો વિજય

રાજકોટ બાર એસીસીએશનની ચૂંટણીના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં રાજકોટ એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતા ફરી ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ જામ્યો હતો. એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ અને ટ્રેઝરર પદ બે ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે પ્રમુખ પદે અજય જોષી, સેક્રેટરીમાં વિનુભાઈ વાઢેર અને જોઈન્ટ સેક્રેટરી પદે સ્તવનભાઈ મહેતાનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોને સિનિયર-જુનિયર વકીલોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

રાજકોટ એમએસીપી બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર સંજયભાઈ વ્યાસ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. જેમાં એમએસીપી બારના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મહેતા અને અજયભાઈ જોશીએ એમએસીપી બાર એસોસિએશનનો તાજ કબ્જે કરવા ઉમેદવારી નોંધાવી હતી.

રાજકોટ એમએસીપી બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ગીરીશ પ્રજાપતિ અને ટ્રેઝરર પદે કપિલ શુક્લ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે એમએસીપી બાર એસોસિયેશન 10 હોદા ઉપર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 225 વકીલ મતદારોમાંથી 206 વકીલ મતદારોએ મતદાન કરતા કુલ 91.55 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અને મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર રાજેશભાઈ મહેતાને 17 મતે હરાવી અજયભાઈ જોષીએ પ્રમુખ પદનો તાજ કબ્જે કર્યો હતો. સેક્રેટરી પદે કૌશિક પોપટનો વિનુભાઈ વાઢેર સામે 13 મતે પરાજય થયો હતો અને જોઈન્ટ સેક્રેટરી પદે રાજેન્દ્ર ડોરીને 20 મતે હરાવી સ્તવન મહેતાએ વિજય હાંસિલ કર્યો હતો. તેમજ કારોબારી સભ્યમાં ચિરાગ છગ, મહેશ કંડોલિયા, કરણ કારીયા, નાસીર મોદન, જગદીશ નારીગરા, સંજય નાયક અને હેમંત પરમારની જીત થઈ હતી. જ્યારે અજય જોષીની પેનલના રાહુલ મકવાણા અને મૃદુલાબેન મકવાણાએ હારનો સ્વાદ ચાખ્યો હતો. વિજેતા ઉમેદવારોને સિનિયર-જુનિયર વકીલોએ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

ચૂંટણીમાં સહકાર આપનારનો આભાર વ્યક્ત કરતા ચૂંટણી અધિકારી સંજય વ્યાસ
એમ.એ.સી.પી બાર એસોસિયેશનની ચૂંટણી માં સહકાર બદલ પૂર્વ પ્રમુખ મનીષભાઈ ખખ્ખર અનિરુદ્ધભાઈ, મનીષભાઈ દવે, ધર્મેશભાઈ ભટ્ટ, ભવિનભાઈ વ્યાસ, જોશીભાઈ, આશીશભાઈ શાહ, કેતનભાઈ ભટ્ટી, નીતિનભાઈ અમૃતિયા પાટીલ, પ્રિયાંકભાઈ ભટ્ટ, પરેશભાઈ જોબનપુત્રા, પ્રતિકભાઈ વ્યાસ, સાગરભાઈ રાઠોડ, અલયભાઈ, તુષારભાઈ સહિતના વકીલો અને દરેક ઉમેદવારોનો એમ.એ.સી.પી. બાર એસોસિયેશનના ચૂંટણી અધિકારી સંજય વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement