રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેશોદના અજાબ ગામે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની

11:48 AM Oct 14, 2024 IST | admin
Advertisement

કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢીથી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે દશમી ઓક્ટોબર થી બેસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર પછી શરૂૂ થયેલાં વરસાદથી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Advertisement

રાજય સરકાર અને હવામાન વિભાગ દ્વારા સમયાતંરે વરસાદ વાવાઝોડાની માહિતી સ્થાનિક તંત્રને પહોંચાડી સલામતીની કાર્યવાહી હાથ ધરવા અને સામાન્ય નાગરિકોને સચેત કરવા આપવામાં આવે છે ત્યારે કમનસીબે સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય અભણ અને ટેકનોલોજી વંચિત નાનાં ખેડૂતો ખેતમજૂરો સુધી માહિતી પહોંચાડી સચેત કરવામાં ન આવતાં નુકસાની નો ભોગ બન્યા છે. કેશોદના અજાબ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે.

ખેતરોમાં મગફળી કાઢી લીધાં બાદ વરસાદ આવતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં રહેલી મગફળી કાઢવા ટ્રેકટર કે અન્ય વાહનો નો ઉપયોગ થઈ શકે એમ નથી ત્યારે બળદો મારફતે ખેતીકામ જુજ ખેડૂતો કરી રહ્યાં છે એવામાં જમીનમાં રહેલી ઘણીખરી મગફળી સડી જવાની સંભાવના વધી રહી છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે તારીખ 22/10/2024 સુધી વાયુમંડળમાં રહેશે જે આવનારા સપ્તાહમાં કેટલી નુકસાની કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

Tags :
Ajab village of Keshod caused heavy damagegujaratgujarat newskeshodfarmerskeshodnews
Advertisement
Next Article
Advertisement