For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરપોર્ટ કાર્ગો સર્વિસનું ભાવ પત્રક જાહેર

03:49 PM Aug 30, 2025 IST | Bhumika
એરપોર્ટ કાર્ગો સર્વિસનું ભાવ પત્રક જાહેર

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થી હવે રાજકોટ થી ઉપડતી તમામ ફ્લાઈટોમાં એર કાર્ગો સર્વિસ શરૂૂ કરવામાં આવી છે.હવે રાજકોટ થી હવાઈ માર્ગે માલસામાન મોકલવા નું વધુ સરળ અને સુરક્ષિત બનશે. હિરાસર એરપોર્ટ પરથી ઉપડતી તમામ ફ્લાઈટમાં આજથી કાર્ગો સેવા શરૂૂ કરવામાં આવી છે. આ સેવા માટે બે એરલાઈન કંપનીઓ દ્વારા કાર્ગોના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. એક ફ્લાઈટમાં આશરે 2 ટન એમ દરરોજ આશરે 10 જેટલી ફ્લાઈમાં દરરોજ 20 ટન જેટલો માલ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કંપની તરફથી કાર્ગો સર્વિસ માટે અલગ અલગ ભાવ પત્રક જાહેર કરવામાં આવેલ છે.

Advertisement

જાહેર કરાયેલા ભાવપત્રક મુજબ રાજકોટથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકાતા સહિત દેશના અનેક શહેરોમાં કાર્ગો સેવા ઉપલબ્ધ રહેશે. દરેક શહેર માટે ન્યૂનતમ ચાર્જ સાથે અલગ-અલગ વજન મુજબ દર નક્કી કરવામાં આવ્યા છે. 60 કિલો સુધીના પાર્સલ માટે મિનિમમ રૂૂ.1500 રૂૂપિયા અને તેનાથી વધુ માટે કિલો દીઠ 45 રૂૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવશે. કોઈ વેપારી ને રાજકોટથી દિલ્હી પોતાનો માલ મોકલવો છે તો 60 કિલો માટે રૂૂ.50 જ્યારે વધારાના 50 કિલો ઓછા એટલે કે 45 કિલો માટે કિલો દીઠ 45 રૂૂપિયા 100 કિલો સુધીના પાર્સલ માટે વધારાના કિલોમીટર 33 રૂૂપિયા અને 300 કિલો સુધીના સામાન માટે કિલો દીઠ વધારાના 26 રૂૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે જ્યારે બેંગ્લોર માટે નોર્મલ 48 રૂૂપિયા કિલો વધારાના 50 કિલો કરતાં ઓછા એટલે 45 કિલો માટે 45 રૂૂપિયા 100 કિલો સુધીના પાર્સલ માટે 33 રૂૂપિયા અને 300 કિલો સુધીના પાર્સલ માટે કિલો દીઠ રૂૂપિયા 28 ચુકવવાના રહેશે તેવી જ રીતે ગોવા માટેના જાહેર કરાયેલા ભાવ પત્રકમાં 50 કિલો સુધીના 48 રૂૂપિયા 50 કિલો થી ઓછા વધારાના પાર્સલ માટે 45 રૂૂપિયા જ્યારે સો કિલો સુધીના પાર્સલ માટે રૂૂ.40 અને 300 કિલો સુધીના પાર્સલ માટે રૂૂ.35 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તેવી જ રીતે કોઇમ્બતુર માટે ના પાર્સલ બુકિંગમાં મિનિમમ કિલો દીઠ 64 રૂૂપિયા ત્યારબાદ 50 કિલો થી ઓછા એટલે 45 કિલો વધારાના પાર્સલ માટેે જ્યારે સો કિલો સુધીના પાર્સલ માટેના 44 રૂૂપિયા નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે મુંબઈ, અમદાવાદ અને અન્ય મુખ્ય શહેરો માટે પણ આવા જ દરો જાહેર થયા છે.નવા ભાવપત્રક મુજબ, કાર્ગો મોકલવા માટે પ્રતિ કિલોગ્રામ અને લઘુતમ દર (મિનિમમ) નક્કી કરવામાં આવ્યા છે. હવે રાજકોટથી દેશભરના વિવિધ શહેરોમાં સરળતાથી માલસામાન મોકલી શકાશે.

આ નવી સુવિધાથી વેપાર-ઉદ્યોગને વેગ મળશે અને સમયની પણ બચત થશે.વેપારીઓ માટે આ એક મોટી રાહત છે. કારણ કે, હવે તેઓ કુરિયર અથવા અન્ય ટ્રાન્સપોર્ટ સેવાઓ પર ઓછો આધાર રાખી શકશે. આ સેવા શરૂૂ થવાથી ખાસ કરીને તાત્કાલિક માલસામાન મોકલવાની જરૂૂરિયાત ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement