For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન આ કારણે ક્રેશ થયું, જાણો શું છે

02:42 PM Jun 12, 2025 IST | Bhumika
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન આ કારણે ક્રેશ થયું  જાણો શું છે

Advertisement

આજે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭ ક્રેશ થયું, જેની ભયાનક તસવીરો સામે આવી રહી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આગની વિશાળ જ્વાળાઓ જોવા મળી હતીઆ વિમાનમાં ૨૪૨ મુસાફરો હતા. એવી આશંકા છે કે બધાના મોત થયા છે.

આ ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭ લંડન જઈ રહ્યું હતું. માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેકઓફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. બીએસએફની ટુકડી ઘટનાસ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઇ છે.

Advertisement

એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું
તસવીરમાં જોવા મળે છે કે વિમાનનો એક પાંખ તૂટી ગયો છે અને પડી ગયો છે. ફાયર ફાઇટર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં આગ પર અમુક હદ સુધી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ અકસ્માત થયો ત્યારે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું.

ચારેબાજુ અરાજકતાનો માહોલ છે, આ ભયાનક અકસ્માત જોઈને લોકો ડરી ગયા છે. વિમાનનો મોટાભાગનો ભાગ બળીને રાખ થઈ ગયો છે.

સિવિલ હોસ્પિટલના તમામ ડોકટરોની રજા રદ
એરપોર્ટની નજીક એક સિવિલ હોસ્પિટલ છે, જ્યાં તમામ ડોકટરોની રજા રદ કરવામાં આવી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, અમદાવાદથી ઉડાન ભરેલું આ વિમાન લંડન તરફ જઈ રહ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement