રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હવા હવાઇ; હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના ટલ્લેે

12:36 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાલમાં બનતા ટર્મિનલમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું જ ઓપરેશન થશે

ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે હજુ ‘ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું’ જેવો ઘાટ

"નવું બની રહેલું ટર્મિનલ હાલ ડોમેસ્ટિક ઓપરેશન માટે જ હોવાની ઓથોરીટીની સ્પષ્ટતાથી ભારે ચકચાર"

રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભારે તેવી આશા હવે નિરાશા બની રહી છે. રાજકોટના હિરાસર ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટનું ઓપરેટીંગ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઉડાન માટે હવે નવું આંતરરાષ્ટ્રીય ટર્મીનલ બનાવવામાં આવશે. તેવી વાત જાણવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર હાલ ઇમીગ્રેશન, ક્સટમ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટેની સુવિધા ઉપલબ્ધ ન હોય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે જરૂરી વ્યવસ્થાના આભાવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઓપરેટીંગ શક્યા નથી.ત્યારે હાલ માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટ ઉડાન ભરશે અને આગામી 15 ઓગષ્ટ સુધીમાં નવા ટર્મીનલનો પણ ડોમેસ્ટીક ફલાઇટ માટે ઉપયોગ થશે.

આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં બની રહેલા ટર્મીનલનો કામ 15 ઓગષ્ટ પહેલા પૂરુ કરવાનો હતું અને આ ટર્મીનલ ચાલુ થતા જ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે તેવું લાગ રહ્યું હતું. પરંતુ હવે આ મામલે ચોક્વનારો ધડાકો થયો છે કે, આ ટર્મીનલ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉડાન કે ઉતરણ નહીં કરે. એરપોર્ટ ઓથોરીટીના સુત્રો પ્રમાણે હાલમાં જે ટર્મીનલ બની રહી છે તે ફક્ત ડોમેસ્ટીક ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાશે. હાલમાં જ ઉચ્ચ અધિકારીઓની મીટિંગ મળી હતી. જેમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે કે, નવા ટર્મીનલમાં ફ્કત ડોમેસ્ટીક ફ્લાઇટ જ ચલાવવામાં આવશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે જરૂર હોય તો ભવિષ્યમાં નવું ટર્મીનલ બનાવવામાં આવે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર દીગંત બોહરાએ પૃષ્ટી કરતા જણાવ્યુ હતું કે, હાલમાં જ આ બાબતે મીટિંગ મળી હતી અને એક નવા ટર્મીનલ બનાવવા માટેની દરખાસ્ત મળી છે. હાલ આ દરખાસ્ત પ્લાનિંગ હેઠળ છે.

આ અંગે સુત્રોએ જણાવ્યુ હતું કે, હજુ સુધીમાં કોઇ એરલાઇન્સ તરફથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ ચાલુ કરવાની દરખાસ્ત મળી નથી. પરંતુ જો આ અંગે દરખાસ્ત મળશે તો નાગરીક ઉડાયન મંત્રાલય તેમની વિનંતીના આધારે હાલના કામ ચાલઉ ટર્મીનલ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટને ઉડાન ભરવા મંજૂરી આપશે.

ફેબ્રુઆરી-24માં ટર્મિનલનું બાંધકામ પૂરું કરવાનું હતું પણ હજુ એક મહિનો લાગશે
સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટનું લોકર્પણ કરાયા બાદ ટેમ્પરરી ટર્મીનલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યારે જાહેર કરાયું હતુ કે, હાલમાં લોકર્પણ કરાયેલ ટર્મીનલ કામ ચલાઉ છે અને નવું ટર્મીનલ ફેબ્રુઆરી 2024માં પૂરુ થઇ જશે. પરંતુ હજુ સુધી આ નવા ટર્મીનલનું બાંધકામ પુરુ કરી શકાયું નથી અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા 15 ઓગષ્ટ 2024ના રોજ બાંધકામ પુરુ થઇ જશે તેવો નવો વાયદો કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsHirasar International Airportrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement