For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિસેમ્બર 2024 સુધીમાં એઈમ્સ ફુલ ફેઈઝમાં થશે ચાલુ: કટોચ

05:24 PM Feb 23, 2024 IST | Bhumika
ડિસેમ્બર 2024 સુધીમાં એઈમ્સ ફુલ ફેઈઝમાં થશે ચાલુ  કટોચ
  • કોરોના કાળમાં એઈમ્સનાં પાયા નાખ્યા: ત્રણ વર્ષમાં સૌથી ઝડપી કામગીરી કરી: 250 બેડની હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે રવિવારે લોકાર્પણ

રાજકોટ શહેરની ભાગોળે પરાપીપળીયા નજીક 1195 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એઈમ્સ હોસ્પિટલનું 25 ફેબ્રુઆરીને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્ય માટે વધુ એક આધુનિક સુવિધા મળવા જઈ રહી છે. કોરોનાકાળમાં એઈમ્સના પાયા નખાયા બાદ ડાયરેકટર કર્નલ ડો.સી.ડી.એસ.કટોચ અને કર્નલ પુનિત અરોરાની ટીમ દ્વારા તમામ વિઘ્નો વચ્ચે ત્રણ વર્ષમાં 250 બેડની આધુનિક હોસ્પિટલ કાર્યરત કરી દીધી છે. જેનું રવિવાર લોકાર્પણ થયા બાદ સોમવારથી જ એઈમ્સ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવશે. આ તકે પત્રકાર પરિષદમાં એઈમ્સના ડાયરેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધીમાં ફુલ ફેઈઝમાં એઈમ્સ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવશે.

Advertisement

એઈમ્સ હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદમાં કર્નલ ડો.કટોચે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 11391 કરોડના ખર્ચે રાજકોટ સહિત દેશભરમાં પાંચ એઈમ્સનું એક સાથે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. 2014માં કેન્દ્ર સરકારે હેલ્થ માટેનું બજેટ વધારી અને દેશમાં આધુનિક એઈમ્સ હોસ્પિટલ તેમજ 157 જેટલી મેડીકલ કોલેજો કાર્યરત કરી છે. કોરોના વખતે જ રાજકોટ એઈમ્સના પાયા નખાયા બાદ ત્રણ વર્ષ અનેક વિઘ્ન વચ્ચે 250 બેડની હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં આધુનિક લેબોરેટરી, બ્લડ સ્ટોરેન્જનું લાયસન્સ, નર્સિંગ સ્ટાફ, ડોકટર સ્ટાફ, 14 જેટલા ક્લિનિક ડીપાર્ટમેન્ટ સેવા આપી રહ્યાં છે. શરૂઆતમાં રોજના 5 થી 10 પેસન્ટો સારવાર લેવા આવતાં હતા ત્યારે અત્યારે 50 થી 100 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે એઈમ્સમાં આવી રહ્યાં છે. એઈમ્સ સુધીના રોડ રસ્તા કાર્યરત થઈ જતાં દર્દીઓનો ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે.

ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તરફની અભૂતપૂર્વ છલાંગમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ, ગુજરાતથી રાષ્ટ્રવ્યાપી પાંચ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. ₹11,391.79 કરોડના મૂલ્યના આ પ્રોજેક્ટ્સ આરોગ્યસંભાળ સેવાઓની ગુણવત્તા અને સુલભતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ વ્યાપક આરોગ્યસંભાળ પહેલ સરકારના વધેલા આરોગ્ય બજેટ સાથે સંરેખિત છે, જે 2013-14 થી આશરે 143% વધ્યું છે. આયુષ્માન ભારત અને યજફક્ષષયયદફક્ષશ ટેલિકોન્સલ્ટેશન સેવાઓ જેવી યોજનાઓની રજૂઆત મહત્ત્વપૂર્ણ રહી છે, જેમાં યજફક્ષષશદફક્ષશ 10 કરોડથી વધુ પરામર્શ ઓફર કરેલ છે.

Advertisement

2014 થી 157 નવી મેડિકલ કોલેજોની સ્થાપના, પરિણામે ખઇઇજ અને ઙૠ બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે તબીબી શિક્ષણ અને માળખાકીય વિકાસમાં અવિરત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગની ગંભીરતાને ઉજાગર કરતા, વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે એઈમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કરશે, જે ગુજરાતમાં સૌપ્રથમ એઈમ્સ છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આ પહેલો સુલભ વિશ્વ-કક્ષાની આરોગ્યસંભાળ, સામાજિક-આર્થિક સશક્તિકરણ અને સર્વસમાવેશક વૃદ્ધિ સાથે નવા ભારત માટેના વડા પ્રધાન મોદીના વિઝનનો મુખ્ય ભાગ છે.

એઈમ્સમાં દર્દી સેવાઓ માટેની સુવિધામાં " અમારી ઘઙઉ 31 ડિસેમ્બર, 2021 ના રોજ શરૂૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 144,614 દર્દીઓને સેવા આપી છે, જેમાં દૈનિક હાજરી 450 થી 500 છે. " ટેલિમેડિસિન સેવાઓએ 70,337 પરામર્શ હાથ ધર્યા છે (24મી ફેબ્રુઆરી 2022થી), હેલ્થકેરની ઍક્સે સિબિલિટી ગેપને દૂર કરવા માટે અગ્રેસર છે. પથારીની ક્ષમતા: અઈંઈંખજ રાજકોટની ઈંઙઉ સેવાઓમાં સમગ્ર ટાવર અ ઇમાં 250 પથારીઓનો સમાવેશ થાય છે, જે ત્રણ માળ સુધી ફેલાયેલ સેન્ટ્રલ હોસ્પિટલ બ્લોક બનાવે છે, જેમાં વિશિષ્ટ 30 બેડના આયુષ બ્લોકનો સમાવેશ થાય છે. " કટોકટી અને આઘાત સેવાઓ: આ સુવિધા કટોકટી અને આઘાતની સંભાળ માટે સમર્પિત 35-બેડ યુનિટથી સજ્જ છે, જે જટિલ કેસોમાં ઝડપી અને અસરકારક પ્રતિભાવ સુનિશ્ચિત કરે છે.

સર્જિકલ ક્ષમતાઓ: સંસ્થા વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે, જેમાં ઓર્થોપેડિક્સ, જનરલ સર્જરી, ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઊગઝ, ઑપ્થે લ્મોલોજી અને ડેન્ટલ પ્રક્રિયાઓ જેવી શાખાઓનો સમાવેશ થાય છે, જે અત્યાધુનિક મોડ્યુલર ઑપરેટિંગ થિયેટ દ્વારા સમર્થિત છે.

ડાયગ્નોસ્ટિક સેવાઓ: ખછઈં, અલ્ટ્રાસોનોગ્રાફી (ઞજૠ), સંકલિત પ્રયોગશાળા સેવાઓ અને ડિજિટલ એક્સ-રે ક્ષમતાઓ જેવા સાધનો સાથે અત્યાધુનિક નિદાન સેવાઓ ઉપલબ્ધ છે. ફાર્મસી સેવાઓ: ઈંઙઉ ફાર્મસી, રક્ત સંગ્રહ સુવિધાઓ અને ઈંઙઉ દર્દીઓ માટે નિદાન સેવાઓની સાથે, અખછઈંઝ ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્રની હાજરી દ્વારા પૂરક છે, જે સસ્તું દવાઓની પહોંચ સુનિશ્ચિત કરે છે. સહાયક સેવાઓ: લિક્વિડ મેડિકલ ઓક્સિજન (કખઘ), મેડિકલ ગેસ પાઈપલાઈન સિસ્ટમ્સ (ખૠઙજ), અને સેન્ટ્રલ સ્ટિરાઈલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ એ ઈંઙઉ બ્લોક માટે અભિન્ન અંગ છે, જે દર્દીની અવિરત સંભાળ માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
સંકલિત પ્રયોગશાળા સેવાઓ: 24ડ્ઢ7 સંકલિત પ્રયોગશાળા સેવાઓની સ્થાપના અમારી નિદાન ક્ષમતાઓને વધારે છે, સમયસર તબીબી મૂલ્યાંકન પ્રદાન કરે છે.

બહારના દર્દીઓ વિભાગ સેવાઓ વિવિધ વિશેષતાઓ: અઈંઈંખજ રાજકોટની ઘઙઉમાં 14 સંપૂર્ણ કાર્યરત મલ્ટિસ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે, જે બહારના દર્દીઓની સેવાઓના વ્યાપક સ્પેક્ટ્રમ ઓફર કરે છે. વિભાગીય પહોંચ: સાત ઘઙઉ વિભાગો ઈંઙઉ બ્લોકમાંથી કામ કરે છે, જેમાં બાળરોગ, પલ્મોનરી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી જેવી વિશેષતાઓ આવરી લેવામાં આવે છે.

સોમવારથી જ એઈમ્સમાં દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાશે

દર્દીની સાથે સગા વ્હાલાને પણ રહેવા અને ખાવા પીવાની સુવિધા મફતમાં મળશે

રાજકોટની ભાગોળે પરાપીળીયા નજીક 1195 કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલનો પ્રથમ ફેઈઝ ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે આગામી તા.25 ફેબ્રુઆરીન રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરતાની સાથે જ સોમવારથી એઈમ્સ હોસ્પિટલમાં ઈન્ડોર પેસેન્ટ તરીકે દર્દીઓને દાખલ કરવામાં આવશે. 250 બેડની એ અને બી વિંગમાં કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે દર્દીઓની સાથે આવતાં સગા વ્હાલાઓને રહેવા માટે રેનબસેરા જેવી સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દર્દીઓને સાથે સગા વ્હાલાઓને પણ રહેવા અને જમવાની એઈમ્સમાં જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે આર્શિવાદ સમાન એઈમ્સ હોસ્પિટલ સોમવારથી કાર્યરત થવા જઈ રહી છે ત્યારે એઈમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટથી એઈમ્સ સુધી જવા માટેની બસ સર્વિસ ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે પ્રાઈવેટ વાહનોમાં આવતાં દર્દીઓ સીધા જ એઈમ્સ સુધી પહોંચી શકે તે માટે રાજકોટ, જામનગર અને અમદાવાદ તરફના તમામ રસ્તાઓ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

કોરોના સહિતના જટીલ દર્દના સેમ્પલના ટેસ્ટિંગ માટેની લેબારેટરી કાર્યરત

રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે સોમવારથી 250 બેડની એઈમ્સ હોસ્પિટલ કાર્યરત થવા જઈ રહી છે ત્યારે એઈમ્સ હોસ્પિટલની સુવિધા અંગેની માહિતી આપતાં ડાયરેકટર કર્નલ ડો. સી. ડી.એસ.કટેચે પત્રકારોને જણ્વ્યું હતું કે, એઈમ્સમાં આઈ.સી.એમ.આર. હેઠળ કોરોના સહિતના જટીલ દર્દ માટેના સેમ્પલના ટેસ્ટીંગની ઓથોરાઈઝ લેબારેટરી પણ કાર્યરત કરી દેવામાં આવી છે.હવે સૌરાષ્ટ્રમાંથી કોરોના સહિતના વાયરસોનું ટેસ્ટીંગ રાજકોટની એઈમ્સમાં જ થઈ શકશે. જેના માટેનો ટેકનીકલ સ્ટાફ અને ડોકટરોની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.

ડોકટરો અને નર્સિંગ સ્ટાફ માટે 177 ફલેટ અને હોસ્ટેલ કાર્યરત

સૌરાષ્ટ્રવાસીઓ માટે આર્શિવાદ સમાન એઈમ્સ હોસ્પિટલનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે એઈમ્સ હોસ્પિટલને સોમવારથી જ કાર્યરત કરી દેવામાં આવશે આ તકે એઈમ્સ હોસ્પિટલના ડાયરેકટર માહિતી આપતાં જણાવ્યુ હતું કે, રાજકોટથી 15 કિ.મી.દૂર એઈમ્સ ખાતે 24 કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફની સેવા મળી રહે તે માટે એઈમ્સ હોસ્પિટલમાં જ ડોકટરો માટે 177 જેટલા ફલેટ અને નર્સિગ સ્ટાફ માટેની હોસ્ટેલ તૈયાર કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં 400 જેટલા નર્સિંગ માટેની કોલેજ પણ ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું ુહતું.

યુવાનોમાં હાર્ટએટેકના વધતા પ્રમાણના કારણે લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવા સુચન
રાજકોટ નજીક એઈમ્સ હોસ્પિટલ સોમવારથી કાર્યરત થવા જઈ રહી છે ત્યારે એઈમ્સ હોસ્પિટલની સુવિધા અંગે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એઈમ્સના ડાયરેકટર ડો.કટોચને પુછવામાં આવેલા એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે, કોરોના બાદ યુવાનોમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે ત્યારે તેની પાછળના કારણો શું છે તે અંગે પુછવામાં આવતાં એઈમ્સના ડાયરેકટરે જણાવ્યું હતું કે, હાર્ટએટેક પાછળ કોરોના કારણભૂત નથી પરંતુ યુવા પેઢીમાં આજની લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ અટકાવવા માટે યુવાનોએ પોતાની લાઈફ સ્ટાઈલ ફેરવવી પડશે. એટલું જ નહીં પરંતુ જંક ફુડનો પણ ત્યાગ કરવો પડશે.

ખંઢેરી રેલવે સ્ટેશને તમામ ટ્રેનને સ્ટોપ આપવા માંગણી

સૌરાષ્ટ્રવાસીઓ માટે આર્શિવાદ સમાન એઈમ્સ હોસ્પિટલ કાર્યરત થવા જઈ રહ્યું છે ત્યારે એઈમ્સ હોસ્પિટલ ખાતે જ યોજાયેલ પત્રકાર પરિષદમાં ડાયરેકટર કર્નલ ડો.કટોચે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એઈમ્સ હોસ્પિટલથી જામનગર રાજકોટ અને અમદાવાદ હાઈવેને જોડતાં રસ્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ એઈમ્સથી એક કિલોમીટર દૂર આવેલ ખંઢેરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી તમામ ટ્રેનોને સ્ટોપ આપવામાં આવે તો સૌરાષ્ટ્રના દર્દીઓ રેલ માર્ગે પણ આસાનીથી એઈમ્સ હોસ્પિટલે પહોંચી શકશે અને ઝડપથી સારવાર મેળવી શકશે.

એર એમ્બ્યુલન્સની સુવિધા માટે એઈમ્સમાં ત્રણ હેલીપેડ તૈયાર કરાયા

ડ્રોન દ્વારા ઈમરજન્સી કિટનું વિતરણ કરવાનો પ્રયોગ સફળ : રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક અતિઆધુનિક એઈમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 25 મી ફેબ્રુઆરના લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે આર્શિવાદ સમાન એઈમ્સ હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી કોઈપણ સ્થળેથી હેલિકોપ્ટર દ્વારા સીધા જ એઈમ્સ સારવાર માટે લઈ જવા માટે એઈમ્સ ત્રણ હેલી પેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એઈમ્સ દ્વારા ડ્રોન મારફતે ઈમરજન્સી કીટનું વિતરણ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે. જેમાં ડ્રોન મારફતે 3 કિલો જેટલી ઈમરજન્સી દવાની કીટ રાજકોટથી દૂર 35 કિ.મી. સુધી મોકલવામાં આવી હતી. રાજકોટથી પડધરીના સરપદડ સહિતના બે ગામના ડ્રોન મારફતે 3 કિલોની ઈમરજન્સી કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફળ રીતે મોકલવામાં આવી હતી અને હવે ગમે ત્યારે ઈમરજન્સી સર્જાય તો એઈમ્સ દ્વારા ડ્રોન મારફતે રાજકોટ નજીક 50 કિ.મી.ના એરિયામાં ઈમરજન્સી કીટ આસાનીથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મોકલી શકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement