રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એઇમ્સમાં ઓર્થોપેડિક, ટ્રોમા, પેડિયાટ્રિક સહિત અનેક સારવાર ઉપલબ્ધ

04:13 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ડિસેમ્બર-2021થી કાર્યરત ઓર્થોપેડિક સર્જરી વિભાગમાં રોજના 250થી વધુ કેસ સાથે 22 હજારથી વધુ દર્દીઓનું નિદાન: ડો.કટોચ

રાજકોટની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માત્ર ઓ.પી.ડી. જ નહી પરંતુ 250 બેડની ઈન્ડોર સુવિધા સાથે ટર્શરી ટ્રીટમેન્ટ આપવા માટે સજ્જ છે. પ્રવર્તમાન સમયમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે એઇમ્સ ખાતે ઈજાગ્રસ્ત લોકો માટે 24ડ7 ઇમર્જન્સી વિભાગ કાર્યરત છે અહીં ટ્રોમા ઇમર્જન્સી કેસ અને ખાસ કરીને હાડકાને લગતા કેસમાં તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા સેવા પુરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત મિરરની મુલાકાતે આવેલા એઈમ્સના ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે ઇન્ડોર વિભાગમાં ઓર્થોપેડિકસ, આંખ કાન નાક ગળા, ગાયનેક સહિતના વિવિધ વિભાગ કાર્યરત હોવાનું જણાવ્યું છે. જેમાં ખાસ કરીને હાડકાના વિભાગ અંગે તેઓએ જણાવ્યું છે કે, ઓર્થોપેડિક સર્જરી વિભાગ રાજકોટ ખાતે ડિસેમ્બર 2021 થી કાર્યરત થયો છે.

અહીં હાડકા અને સાંધા સંબંધિત તકલીફો અર્થે સેવાઓ આપવામાં આવી રહી છે. જેનો રોજના 250 થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 22,193 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે.
જયારે ઇન્ડોર વિભાગનો પ્રારંભ સાથે એઇમ્સ ખાતે સ્પોર્ટ્સ ઇન્જરી, ઓર્થોપેડિક ટ્રોમા, પેડિયાટ્રિક ઓર્થોપેડિક્સ, આર્થ્રોપ્લાસ્ટી અને ઓર્થોઓન્કોલોજીના ક્ષેત્રમાં હાલ સુવિધાઓ વિકસાવી રહ્યા હોવાનું ડિરેક્ટરે જણાવ્યું છે.

ઓર્થોપેડિક્સ વિભાગે ઓન્કોલોજી સંબંધિત સારવારની સફળ શરૂૂઆત સાથે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અસ્થિ/સોફ્ટ ટિશ્યુ ટ્યુમરના અસંખ્ય કેસોની સારવાર અને ફોલોઅપ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ફેમોરલ હેડના જાયન્ટ સેલ ટ્યુમરના એક દુર્લભ કેસમાં આઉટ ઓફ ધ બોક્સ અભિગમનો ઉપયોગ કરીને ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું છે. આ સાથે દર્દીઓને અત્યાધુનિક કેન્સર કેર ઓફર કરવાની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું હોવાનું ડિરેક્ટરએ ઉમેર્યું છે. અત્યાર સુધીમાં ગોઠણ અને થાપાના રિપ્લેસમેન્ટના 270 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે.

તબીબી સારવાર સાથોસાથ એઇમ્સ મેડિકલ કોલેજના અંડર ગ્રેજ્યુએટ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ અર્થે ખાસ ઓર્થોપેડિક્સ શિક્ષણ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આવનારા સમયમાં ઓર્થોપેડિકસ વિભાગ ક્રિટિકલ સેવાઓના વિસ્તરણ સાથે ઉત્કૃષ્ઠ સારવાર પુરી પાડવા માટે ગતિશીલ હોવાનું ડો. કટોચે જણાવ્યું છે.

સ્ટાફમાં કોઇને ફરિયાદ હોય તો તેના માટે સંપૂર્ણ સિસ્ટમ છે
નિયમો દરેકને લાગુ પડે છે: મહિલા તબીબની ફરિયાદનો મુદ્દો ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટિ સમક્ષ છે


રાજકોટ એઇમ્સમાં અમારૂ લક્ષ્ય માત્ર સારામાં સારી સુવિધા આપવા તરફ છે. સ્ટાફમાં કોઇને પ્રોબ્લેમ હોય કે ફરીયાદ હોય તો તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ સિસ્ટમ કાર્યરત છે. કોઇ સિસ્ટમની બહાર જઇ શકે નહીં, દરેક નિયમો દરેક સ્ટાફને લાગુ પડે છે. એઇમ્સના સિનિયર મહીલા તબીબજે કરેલી ફરીયાદ પણ ઇન્ટરનલ કમ્પલેઇન કમિટી સમક્ષ મુકાઇ છે અને તેની તપાસ ચાલી રહી છે. કમિટી તપાસનો રિપોર્ટ આપે ત્યારબાદ તે અંગે પગલા જાહેર કરવામાં આવશે તેમ એઇમ્સના પ્રોફેસર- ડોકટર સીડીએસ કટોચે જણાવ્યું હતું.

એઇમ્સમાં લેડી ડોકટરની ફરીયાદ અંગે ચાલી રહેલા વિવાદમાં આજે ડો.કટોચે ‘ગુજરાત મિરર’ કાર્યાલયે રૂબરૂ આવી ‘ગુજરાત મિરર’ના તંત્રી સમક્ષ કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી અને એઇમ્સ રાજકોટના વિકાસ તથા વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે વિસ્તૃત વિગતો આપી હતી.

ક્ધસ્ટ્રકશન માટે અલગ એજન્સી છે, એઇમ્સનો કોઇ રોલ હોતો નથી
રાજકોટ એઇમ્સના ક્ધસ્ટ્રકશન અંગે ડો.કચોટે જણાવ્યું હતું કે, કોરોનાનું એક વર્ષ છોડીને એઇમ્સ છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપથી આગળ વધી છે તેની પ્રસંશા રાજકોટની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી ડો.નડ્ડાએ પણ કરી હતી. અમે ત્રણ વર્ષમાં ઓપીડી અને આઇપીડીના 250 બેડ શરૂ કર્યા છે.

તેમણે જણાવેલ કે, એઇમ્સના ક્ધસ્ટ્રકશન માટે કવોલિટી ઠીક છે કે નહીં તે માટે પહેલા નકશો બનાવાય છે. સરકારી એજન્સી દર ત્રણ મહીને ચેક કરવા આવે છે. એઇમ્સનું ક્ધસ્ટ્રકશન પ્રોપરલી થાય છે કે નહીં તે જોવાનું કામ આ એજન્સીનું છે. તેમાં એઇમ્સનો કોઇ રોલ નથી. એઇમ્સનો રોલ ફકત મિનિસ્ટ્રી પુછે ત્યારે કેટલો પ્રોગ્રેસ છે તે જણાવવાનો છે. આટલી મોટી સંસ્થામાં શરૂઆતમાં નાની-મોટી મુશ્કેલીઓ આવે છે અમે તે પણ મોનીટર કરીએ છીએ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot AIIMSrajkot news
Advertisement
Next Article
Advertisement