રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદ-વેરાવળ ટ્રેનને અમદાવાદમાં જ સ્ટોપ નહીં

05:10 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

શિવરાત્રીના દિવસે જ હજારો ભકતોને આંચકો આપતા સમાચાર આવ્યા છે કે અમદાવાદથી વેરાવળ આવતી ટ્રેન અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એકસ.અને અમદાવાદ-વેરાવળ એકસપ્રેસ હવે અમદાવાદ સ્ટેશનની જગ્યાએ ગાંધીનગરથી ઉપડશે અને આવશે.

Advertisement

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવલ સુપરફાસ્ટ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે ગાધીનગર કેપિટલ થઈ જશે અને આ ટ્રેન 02 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 22.18/22.20 વાગ્યે હશે.
આજ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 05.55 વાગ્યે આવશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 05.10/05.12 વાગ્યે હશે.

ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે 16 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલમાં થઈ જશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 11.00/11.02 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિઁ રહે.
આજ રીતે, ટ્રેન નંબર 19120 વેરાવલ-અમદાવાદ એક્સપ્રેસ 15 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિઁ રહે.

Tags :
Ahmedabad-Veraval traingujaratgujarat news
Advertisement
Next Article
Advertisement