અમદાવાદ સ્ટર્લિંગે આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂા. 8.96 લાખ ખંખેર્યા
- સરકારે ફટકાર્યો રૂા. 44.80 લાખનો દંડ, દર્દીને નાણા પરત કરવા તાકીદ
ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ગરીબ અને જરૂૂરિયાતમંદ દર્દીઓને ખાનગી હોસ્પિટલોના નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. આ યોજનાના લાભાર્થીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોવાથી લાભાર્થીને એકપણ રૂૂપિયો ચૂકવવાનો નથી હોતો. આમ છતાં દર્દીઓ પાસેથી રૂૂપિયા વસૂલતી હોસ્પિટલ સામે સરકાર કાર્યવાહી કરતી હોય છે.
આવી જ રીતે દર્દી પાસેથી રૂૂપિયા પડાવતી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે.
હકીકતમાં સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર લેવા આવેલા દર્દી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ)નું કાર્ડ હોવા છતાં સારવારના રૂૂપિયા વસૂલતા નોટિસ ફટકારી છે.
હોસ્પિટલ સત્તાધીશો દ્વારા દર્દી પાસે આયુષ્માન કાર્ડ ના હોવાની ખોટી સહી કરાવડાવીને કેસલેસ સારવાર નહતી આપી અને રૂૂ.8,96,011 રૂૂપિયાનું તોતિંગ બિલ વસૂલ કર્યું હતુ.આ બાબતની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલને 7 દિવસની અંદર દર્દીએ સારવાર માટે ખર્ચેલા 8,96,011 રૂૂપિયા પરત આપવા જણાવાયું છે. આ સાથે જ દર્દી પાસેથી વસૂલવામાં આવેલી કુલ રકમના પાંચ ગણી રકમ એટલે કે 44,80,055 રૂૂપિયા સરકારમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.
અગાઉ જ્યારે નીતિન પટેલ આરોગ્ય મંત્રી હતા, ત્યારે તેમણે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, દર્દીઓ પાસેથી પૈસા પડાવતી અમદાવાદની સ્ટર્લિંગ સહિત 17 જેટલી હોસ્પિટલોએ લીધેલા રૂૂપિયા દર્દીને પરત અપાવ્યા છે. આ 17 હોસ્પિટલ પૈકી 11ને નોટિસ અપાઈ હતી, જ્યારે 6 હોસ્પિટલના લાઈસન્સ સસ્પેન્ડ કરીને મા યોજનામાંથી બરતરફ કરવામાં આવી હતી. જો કે હોસ્પિટલોએ માફીનામું આપતા તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી બાંહેધરી આપતા તેમના લાઈસન્સ પૂર્વવત કરવામાં આવ્યા હતા.