અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા મેસ અને હોસ્ટેલમાં હાજર તથા ઘટનાસ્થળની આજુબાજુમાં હાજર અન્ય લોકો પણ સામેલ છે. આ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે DNA સેમ્પલિંગ કાકાર્યવાહી ર્વાહી કરવામ આવી હતી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. DNA સેમ્પલિંગ અને મેચીંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે.
રવિવારે એટલે ગઈકાલે રાત્રે 9 વાગ્યા સુધીમાં 86 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા હતા. જ્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 92 જેટલા DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 47 લોકોના મૃતદેહ આપવામાં આવ્યા છે. જે પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આજે સવારથી 13 લોકો મૃતદેહ લેવા આવ્યા છે. જેમાં 9 લોકો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજા હજી 8 લોકો આવશે. 11 જેટલા પરિવારજનો ચર્ચા કરી મૃતદેહ લેવા માટે આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી, જરુરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વ CMના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.