For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના PIને 3 મહિના પૂર્વે પાલતું શ્ર્વાનનો નખ વાગ્યા બાદ હડકવાથી મોત

12:41 PM Sep 23, 2025 IST | Bhumika
અમદાવાદના  piને 3 મહિના પૂર્વે પાલતું શ્ર્વાનનો નખ વાગ્યા બાદ હડકવાથી મોત

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ એસ. માંજરિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

Advertisement

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂૂમમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજ માંજરિયાને 3 માસ અગાઉ પાલતુ શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો.પીઆઇને હડકવા થતા સારવાર ચાલી રહી હતી. પીઆઇનું સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇ માંજરિયાના મોતથી તેમના પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાયો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીઆઇ મંજરીયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

હડકવા વાઈરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળમાં રહે છે. જ્યારે પ્રાણી કોઈને કરડે છે ત્યારે આ વાઈરસ ઘા દ્વારા શરીરમાં પહોંચે છે. તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. ત્યારબાદ તેના દ્વારા તે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. તે દરમિયાન 3 થી 12 અઠવાડિયા પસાર થાય છે. કેટલીકવાર તે એક વર્ષ કે તેથી વધુ સમય લે છે. તેને ‘ઇન્ક્યુબેશન પિરિયડ’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ લક્ષણો દેખાતા નથી. કેટલા દિવસોમાં લક્ષણો દેખાશે તે વાયરલ લોડ, ઘાની જગ્યા જેવી બાબતો પર આધાર રાખે છે. આ વાઈરસ મગજમાં પહોંચતાની સાથે જ ઝડપથી વધવા લાગે છે. ત્યારબાદ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થાય છે. તેને લકવો થઈ શકે છે, તે કોમામાં જઈ શકે છે અને અંતે તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement