For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-ઓખા ટ્રેન 15 દિવસ માટે લંબાવાઇ

01:03 PM Dec 30, 2023 IST | Bhumika
અમદાવાદ ઓખા ટ્રેન 15 દિવસ માટે લંબાવાઇ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિત સ્પેશિયલ પહેલા 30-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંભાવવામાં આવી છે. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિય જે પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 16-01-2024 સુધી લંભાવવામાં આવી છે. ટ્રેન નંબર 09435 અને 09436 ના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 30-12-2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર થશે. ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે અહીં આપેલી વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઇને તપાસ કરી શકો છો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement