For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

29 કલાક બાદ અમદાવાદ-મુંબઇ રેલવે વ્યવહાર કાર્યરત

04:07 PM Mar 25, 2025 IST | Bhumika
29 કલાક બાદ અમદાવાદ મુંબઇ રેલવે વ્યવહાર કાર્યરત

Advertisement

ગત રવિવારે મોડી રાતે અમદાવાદના વટવામાં રોપડ ગામ પાસે બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રાતે 11 વાગ્યાની આસપાસ ક્રેન તૂટી ગઈ હતી. આ ક્રેન તૂટતા રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટ્યો હતો. જેને લીધે અમદાવાદ-મુંબઈનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ પછી રેલવે વિભાગ દ્વારા રૂૂટ ફરી કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના 29 કલાક પછી રેલવે વ્યવહાર કાર્યરત કરાયો છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દુર્ઘટનાના 25 કલાક પછી મહાકાય સ્ટ્રક્ચર દૂર કરાયું છે. આજે વહેલી સવારે 4 વાગ્યે રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલવેના મેનેજર અને મુખ્ય એન્જિનિયર સ્થળ પર હાજર રહ્યા હતા. આમ CPRO સહિતના અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનાને લીધે ગઈકાલે 25થી વધુ ટ્રેન 25 ટ્રેન રદ કરવાની સાથે 11 ટ્રેન રીશેડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેને લીધે અમદાવાદ, વડોદરા, ભરૂૂચ અને સુરતના હજારો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.

Advertisement

--

Advertisement
Tags :
Advertisement
Advertisement