For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ મેટ્રોનું કામ પૂરજોશમાં માર્ચ અથવા એપ્રિલમાં થશે પરીક્ષણ

12:39 PM Feb 14, 2024 IST | Bhumika
અમદાવાદ મેટ્રોનું કામ પૂરજોશમાં માર્ચ અથવા એપ્રિલમાં થશે પરીક્ષણ

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી ગાંધીનગર મેટ્રો ટ્રેનના આયોજિત ટ્રાયલ રનના ભાગ રૂૂપે, મેટ્રોની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે, આ ઉપરાંત નર્મદાની મુખ્ય કેનાલ પર ધ એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજનું કામ રેકોર્ડ સમયમાં અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ફેઝ બાદ માર્ચ અથવા એપ્રિલમાં ટ્રેનોનું પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેકટર-1, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂૂ કરવાના આયોજનના ભાગરૂૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહેલ છે, જે અન્વયે ઉપરનો નજારો રેકોર્ડ સમયમાં બનેલ નર્મદા મુખ્ય કેનાલ પરનો એકસટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચેલ છે.

આ પુલમાં 145 મીટર લંબાઇનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા 28.1 મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પુર્ણ થયેલ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વિગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement