For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના જ્વેલર્સે બનાવ્યો IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરો

03:58 PM Mar 29, 2025 IST | Bhumika
અમદાવાદના જ્વેલર્સે બનાવ્યો ipl ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરો

Advertisement

આઇ.પી.એલનો જંગ હવેતિવ્ર બન્યો છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ અવનવા અખતરા કરતા હોય છે ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિકે ક્રિકેટ ઇન્સ્પાર્યડ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યો છે. ડાયમંડમાં બેટસમેનની સ્પેશિયલ મૂવમેન્ટ જોવા મળે છે.

અમદાવાદના જાણીતા જવેલર્સે તૈયાર કરેલો આ ડાયમંડ 4.76 કેરેટનો છે. જેની હાઇટ 2.75 સે.મી.છે અને આ ડાયમંડને બનાવવામાં 350 કલાકનો સમય લાગ્યો હતો.

Advertisement

સુરત આમ તો લેબગ્રોન ડાયમંડ માટે જાણીતું છે. જે પ્રકારની ટેકનિકથી બને છે, હાઈપ્રેશર હાઈ ટેમ્પરેચર ટેકનિક અને બીજી છે કેમિકલ વરાળ ડિપોઝિશન ટેકનિક. સુરતમાં આ પ્રકારના ડાયમંડમાંથી લોકો મોબાઈલના કવર, ચશ્મા બનાવે છે, જે બે થી અઢી લાખ સુધીમાં તૈયાર થાય છે. ત્યારે એસેસરિઝમાં યુઝ કરી શકાય તેમ યુનિક રીતે બનાવેલા આ ક્રિકેટરને પેન્ડન્ટની જેમ પહેરવા માટે પણ બુકિંગ શરૂૂ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે સુરતના ડાયમંડ માર્કેટમાં કુલ 2500 મશીન લેબગ્રોન ડાયમંડ બનાવે છે.

રિયલ ડાયમન્ડ ખાણમાંથી કાઢવામાં આવે છે, જેના કારણે અનેક મુશ્કેલી ઉભી થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડનો વેપાર આગામી 5 વર્ષમાં અકલ્પનિય રીતે વધી શકે છે. જેથી ડાયમંડ માટે વધુ યુનિટો શરૂૂ થશે, જેના કારણે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. ખાસ તો આ પ્રકારના ડાયમંડનો ટ્રેન્ડ માર્કેટમાં વધી રહ્યો છે. જણાવી દઇએ કે, ઈંઙક 2025 ની વિજેતા ટીમને આ ડાયમંડ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement