રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવા ઇન્કાર

02:05 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત કોગ્રેસને મોટો ફટકો પડયો છે,જેમાં અમદાવાદ લોકસભા પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાની ના પાડતા હાહાકાર મચી ગયો હતો.તો તેમણે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી આ બાબતે જાણ કરી હતી.

Advertisement

પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં ન હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. થોડીવાર પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારાત પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પંસદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.

કોંગ્રેસ પ્રવકતા અમિત નાયકે લોકસભા પૂર્વમાંથી ચૂંટણી લડવાને લઈ તૈયારી દર્શાવી છે,તેમનું કહેવુ છે કે કોગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો હું તાકાત સાથે ચૂંટણી લડીશ.ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામું આપી દીધું છે. તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુક્યા હતા.

Tags :
Congressgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement