રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદના બિલ્ડિંગમાં અસામાજિક તત્ત્વોએ આગ ચાંપી; વૃદ્ધાનું મોત, 200નો બચાવ

01:38 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા જુહાપુરા વિસ્તારમાં એક રહેણાંક કોમ્લેકસમાં આગ લગતા બે બાળકીના મોત નિપજયાની ઘટના હજુ તાજીજ છે. ત્યાં આજે વહેલી વારે જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડીંગમાં અસામાજી તત્વોએ આગ ચાંપી દેતા 200 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં એક વૃધ્ધાનું સળગી જવાથી મોત નિપજયું હતું. જયારે બેઝમેન્ટમાં પડેલા 40 જેટલા વાહનો સળગી ગયા હતા. આ ઘટના બારામાં પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

આગની આ ઘટનાના પગલે ફાયરબ્રિગેડે મેજરકોલ જાહેર કરીને બિલ્ડીંગમાં ફસાયેલા 200 જેટલા લોકોને બચાવી લીધા હતા. જોકે એક વૃધ્ધા આગમાં ફસાઈ જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત પાર્કિંગમાં પડેલા 40 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને 200 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જેમાં એક વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. જો કે બેઝમેન્ટમાં રહેલા 40 વાહનો બળીને ખાખ થઇ ગયા છે.

આ ઘટના આકસ્મિક આગની નહીં પરંતુ અસમાજીક તત્વોએ બિલ્ડીંગમાં આગ ચાંપી દીધીહોવાનું બહાર આવતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને પોલીસે તાબડતોબ પગલા લઈ આગ લગાડનાર પૈકીના એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લગાડવા પાછળનું કારણ પણ આંતરીક વિખવાદ હોવાનું બહાર આવી રહ્યું છે. જો કે, પોલીસ પકડાયેલ શખ્સની પુછપરછ કરી રહી હોય વિશેષ વિગતો સાંજ સુધીમાં જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના બનાવને લઇને ફ્લેટમાં દોડધામ મચી ગઇ હતી.આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક ત્રણ રિક્ષા પૈકી 40 વાહનો બળીને ખાક થઇ ગયા છે.હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જોકે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

આગ લાગવાની ઘટનાથી લોકો ખૂબ ગભરાઇ ગયા હતા. આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. સૌથી વધુ બાળકોને હાલાકી થવા લાગી હતી. જો કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.ચીફ ફાયર વિભાગના અધિકારી જયેશ ખાડિયાના જણાવ્યા અનુસાર આ ફ્લેટ 5 માળનો છે. ફાયરનો કોલ મળતા જ રેસિડેન્સીયલ એરિયા હોવાથી ત્રણ ગાડીઓ મોકલી હતી. ત્રણ ટીમોમાંથી એક ટીમે આગ બુઝાવતી હતી, બીજી ટીમ રેસ્ક્યૂ કરતી હતી. ત્રીજી ટીમ લોકોના ડર પર કાબુ મેળવવીને તેમને સમજાવવા માટેપહોંચી હતી. ચાર જેટલા ઉંમરવાળા માણસોને ઝોળીમાં ઉચકીને બહાર લાવવામાં આવ્યા હતા.

Tags :
AhmedabadAhmedabad newsfiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement