રાજકોટમાં અમદાવાદ વાળી કારચાલકે બે બાઇકને ઉલાળ્યા
અમદવાદ બાદ રાજકોટમાં પણ હીટ એન્ડ રનની ઘટનામાં એક કોઠારિયા રોડ ઉપર ર્ક આઈ-10 કાર ના ચાલકે બે મોટરસાયકલએ હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી દેતા દંપતી સહીત ચાર ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.આ મામલે કાર ચાલક સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
કોઠારીયા ગામ પાસે સ્વાતિ પાર્ક પાસે દર્શનપાર્ક-1 શેરી નંબ 2,બ્લોક નંબર 39 રહેતા ખેડૂત ધીરજલાલ વલ્લભભાઈ તંતી (ઉ.વ.64) પત્ની કાંતાબેન પુત્ર યોગેશ અને પુત્રવધૂ અંજુ સાથે ખોખડદડ ગામ આવેલ મિત્ર અશ્વિનભાઈની વાડીએ જવા નીકળ્યા હતા. ધીરજભાઈ તેમનું મોટરસાયકલ નંબર જીજે -03-જેઈ-1621 માં પત્ની કાંતાબેનને બેસાડી જયારે મારો દીકરો યોગેશ તેના હોન્ડામાં તેની પત્ની અંજુને બેસાડીને બધા અલગ અલગ ઘરેથી નીકળી અશ્વિનભાઈની વાડી જવા નીકળેલ હતા ત્યારે કોઠારીયા ગામથી આગળ સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં કોઠારીયા-ખોખડદડ-કોટડાસાંગાણી હાઇવે રોડ પર બીલીપત્ર પાર્ટી પ્લોટની સામે પહોંચતા ધીરજભાઈના મોટરસાયકલને નંબર જીજે-03- એચએ-3788 નંબરની આઈ-10 કાર ના ચાલકે પાછળથી ઠોકર મારી સામેથી આવતા એક ડબલ સવારી મોટરસાઈકલને પણ ઉલાળિયું હતું. જે બન્ને સામેથી આવતા એક માલવાહક ગાડી સાથે અથડાયા હતા.
અકસ્માત થતા સાથે અન્ય મોટરસાઈકલ માં જતા પુત્ર યોગેશ અને પુત્રવધૂ અંજુ રાહદારી માણસો ભેગા થઈ ગયેલા ધીરજભાઈ અને તેમના પત્ની કાંતાબેન તેમજ બીજા ડબલ સવારી હોન્ડામાં જતા બે યુવાનો ને ઈજા થયેલ હોય તમામને સારવાર માટે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સફેદ કલરની જીજે-03- એચએ-3788 નંબરની આઈ-10 ચાલક અકસ્માત કર્યો હોય તેની સાથે ભત્રીજા કેતનભાઇએ સારવારના ખર્ચ બાબતે વાત કરતા તેણે ખર્ચો આપવા બાબતે ના પાડી દેતા પોલીસ ફરિયાદ નોધાવી છે.
પીરવાડી પાસે રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધાને બાઇકના ચાલકે ઉલાળતાં મોત
શહેરના કોઠારીયા ચોકડીથી પીરવાડી તરફ જતા રસ્તામાં પુરઝડપે આવી રહેલા બાઇકના ચાલકે વૃધ્ધાને ઠોકરે લેતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે બાઇકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ કોઠારીયા ચોકડી નજીક જુના ગણેશનગરમાં રહેતા ભાનુબેન ભીખુભાઇ વડગામા નામના 65 વર્ષના વૃધ્ધા ગઇ તા. 30 ના રોજ રાત્રે શાપરમાં આવેલી કંપનીએથી કામ કરી છુટયા હતા અને ત્યાથી ઘર તરફ આવતા હતા તે દરમિયાન લીજત પાપડ નજીક પીરવાડી પાસે સર્વીસ રોડ પરથી રસ્તો ઓળંગી રહયા હતા ત્યારે પુરઝડપે આવી રહેલા બાઇકના ચાલકે તેઓને ઉલાળતા ભાનુબેનને શરીરે ઇજા પહોંચી હતી અને તેમને સારવારમાં ખસેડાતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી હોવાનુ જાણવા મળી રહયુ છે.