રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્થાનિક ચૂંટણીઓ પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને

01:03 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર, નહિંતર દશેરા બાદ ફરી આંદોલનની ધણધણાટી

રાજકોટમાં લોકસભાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાની વિવાદી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજે રાજ્ય વ્યાપી આંદોલન કર્યુ હતું પરંતુ ખાસ પરિણામો જોવા મળ્યા ન હતા.

હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા ફરી એક વખત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પડતર માંગણીઓને લઇને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તા.10 ઓકટોબર સુધીમાં ઉકેલ નહીં આવે તો દશેરા બાદ ફરી ક્ષત્રિય-રાજપૂત સમાજ સાથે બેઠક યોજી રણજાતિ નક્કી કરવાની જાહેરાત કરી છે.

ક્ષત્રિય સમાજે પત્રમાં લખ્યું છે કે, ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ 08-10-2021 માં સી.એમ.હાઉસમાં બેઠક કરવામાં આવી હતી અને તે વખતે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

પરંતુ તે પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગુજરાત ક્ષત્રિય સમાજ સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવી લાગણી ઉદભવી રહી છે. 05-08-2024ના રોજ જે પત્રો અને નકલો આપેલી છે, તેમાં લખેલું છે કે સરકારમાં પૂરતું પ્રતિનિધત્વ, વહીવટમાં પૂરતું પ્રતિનિધત્વ, સહિતના મુદ્દાઓ અને સામાજિક સંસ્થાઓને વહીવટી જમીન ફાળવણીના મુદ્દાઓ પ્રશ્નોનો નિરાકરણ આવે તે વીંટી કરવામાં આવે છે. આ પ્રશ્નોનો ઉકેલ 10-10-2024 એટલે કે દશેરા પહેલા લાવવા વિનંતી કરવામાં આવી છે. અને જો તે પહેલા ઉકેલ નહિ આવે તો દશેરા બાદ તમામ ક્ષત્રિય-રાજપૂત સમાજના પ્રતિનિધત્વ મંડળના અગ્રણીઓ સાથે બેઠક કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.હવે જો ફરીથી ક્ષત્રિય સમાજ આંદોલન કરશે તો તેની અસર ચોક્કસ જોવા મળશે.

ભલે લોકસભા ચૂંટણીમાં તેનું પરિણામ ન આવ્યું પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે. અને જો ભાજપે તેનું પરિણામ તેમની તરફેણમાં લાવવું હોયતો ક્ષત્રિય સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે.

Tags :
gujaratgujarat newsKshatriya Communitylocal elections
Advertisement
Next Article
Advertisement