HTATના નિયમો જાહેર નહીં કરાય તો ગાંધીનગરમાં આંદોલન
લોકસભા ચૂંટણીના પરીણામ બાદ રાજયમાં આચારસહિતા હપ્તાની સાથે જ સરકારના વિવિધ વિભાગના કર્મચારી તેમજ ભરતીની રાહ જોતા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલનના એ લાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે ટેટ-ટાટ બાદ HTATશિક્ષકો દ્વારા સરકાર સામે મોરચો માંડવાનું એ લાન કરવામાં આવ્યું છે. જેમાં ઇંઝઅઝના નિયમોમાં બદલાવ નહીં આવે તો ઉપવાસ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના HTATમુખ્ય શિક્ષકોનું સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આગામી 15 જુલાઈ સુધી નિયમો જાહેર કરવાનો સમય હતો. જો 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. 16 જુલાઈથી આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત રાજ્ય મુખ્ય HTATસંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, HTATમુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો સરકાર બનાવે તેવી માગ કરી રહ્યા છે. વારંવાર આંદોલનો પણ કર્યા છે, પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું ત્યારે સરકારે કહ્યુ હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવી દેવામાં આવશે