ગોંડલના ચોરડી નજીકના ઓવરબ્રિજનું નિરાકરણ 15 દી’ માં ન આવે તો આંદોલન
ગોંડલ તાલુકાના ચોરડી ગામ ગોંડલથી જેતપુર હાઈવે ઉપર આવેલુ છે. ગામમાં અંદાજીત 5000ની માનવ રહેણાક છે, ગામમાં આવેલ હાઈ-વે રોડ ઉપર દૈનિક અકસ્માત સર્જાય છે. આ અસ્માત વિસ્તાર બ્લેક સ્પોટ સાબિત થયેલ છે. આ જગ્યા ઉપર અનેક લોકોના હાઈ-વે ઉપર મૃત્યુ થયેલ છે.ગોંડલ જેતપુર હાઈવે ઉપર ચોરડી ગામ પાસે બંને બાજુ સ્કુલ, આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઈસ્કુલ વગેરે આવેલ છે તથા રોડની બને બાજુ માનવ રહેણાક હોય ગામના બાળકોને દૈનિક અભ્યાસ અર્થે હાઈવે રોડ ક્રોસ કરીને આવવું પડે છે.
જેથી દરરોજ અકસમાત થવાનો ભયના ઓથાર નીચે વાલી તથા બાળકોને જીવવું પડે છે. રોડ ઉપર પ્રથમિક અયોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયત કચેરી આવેલ છે. ચોરડી ગામે જુનો અન્ડર બ્રીજ આવેલ છે. જે બ્લેક સ્પોટથી અંદાજીત 500 મીટર દુર આવેલ છે, જે અકસ્માત રોકવા માટે સક્ષમ નથી, જે અન્ડર બ્રીજની ઊંચાઈ પણ પુરતી ન હોવાથી તેમાં શાળાની બસ પણ જઈ શકે તેમ નથી અને ચોમાસામાં પાણી ભરાવના કારણે તેનો ઉપયોગ પણ થઈ શકે તેમ નથી, આથી હાલ ગોંડલથી જેતપુર રોડનું 4માંથી 6 લેન રોડ બનાવવાનું કામ વરાહ ઇન્ફ્રા લીમીટેડ કંપની દ્વારા ચાલુ હોય તો આં રોડના કામમાં ચોરડી ગામે ઓવર બ્રીજ બનાવી આપવા તથા માનવ મૃત્યું રોકવા જરૂરી છે.
આ ગોંડલથી જેતપુર રોડનું 4 માંથી 6 લેન રોડ બનાવવાનું કામમાં ચોરડી ગામની સ્થાવર મિલકતો જેવી કે ગ્રામ પંચાયતની દીવાલ પા.શાળાની દીવાલ તથા સામુહીક શૌચાલય તથા સ્મસાનની દીવાલ વગેરે જેવી સ્થાવર મિલકતોને નુકશાન થાય છે જે નવા બનાવી આપવા માંગ છે, ચોરડી ગામે ઓવર બ્રીજ બનાવના પ્રશ્નનું નિરાકરણ 15 દીવસ માં નહી આવે તો સમગ્ર ગ્રામ પંચાયતની બોડી સામુહિક રાજીનામું આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલક કરશે તેવી ચીમકી સરપંચ ભોવાનભાઇ હદવાણી, ઉપસરપંચ ભરતભાઇ મારવાણા,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ભુપતભાઇ પરમાર, સભ્યો બાદલભાઇ ગોહેલ, સંગ્રામભાઇ શિયાળ, હરસુખભાઇ ગોહેલ તથા રમેશભાઈ ડાંગી દવારા ઉચ્ચારવામા આવી છે.