રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે કરી, ચાર્જ લેવા આવેલા નંદેસરીના પીઆઇને બાપોદ પીઆઇએ કહ્યું, ‘હું છુટો નહી થાઉં’

06:55 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

અંતે પોલીસ કમિશનરે બાપોદ પીઆઇને હરણીના સેક્ધડ પીઆઇ બનાવ્યા

Advertisement

મનગમતા પોલીસ સ્ટેશન મેળવવા જાણે હરીફાઈ ચાલી હોય તેમ બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈની અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હોવા છતાં તેમની જગ્યાએ આવેલા પીઆઈને કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું. સુત્રો મુજબ બાપોદ પીઆઈનું કહેવું હતું કે, હું અહીંથી છુટો થવાનો નથી. મારો તે ઓર્ડર રદ થાય છે. નવા પીઆઈ મુંજવણમાં મુકાયા હતા. જોકે તે બાદ બીજો બદલીનો ઓર્ડર આવી ગયો હતો. જેમાં બાપોદ પીઆઈને સમામાં પ્રથમની જગ્યાએ હરણીમાં દ્વિતિય પીઆઈ તરીકે મુકી દેવાયા હતા.

પોલીસ સુત્રો મુજબ 11 ફેબ્રુઆરીએ નંદેસરીથી પીઆઈ એમ.આર.સંગાડા બાપોદ પોલીસ સ્ટેશનમાં હાજર થવા પહોંચ્યા હતા. ત્યારે બાપોદ પીઆઈ આર.ડી.ચૌહાણનું કહેવું હતું કે, ભલે મારી બદલી થઈ છે. હું બાપોદમાંથી છુટો થવાનો નથી. મારો ઓર્ડર રદ થાય છે. જેથી પીઆઈ એમ.આર.સંગાડા મુંજવણમાં મુકાયા હતા. ત્યારે પોલીસ કમિશનરે બે દિવસ અગાઉના ઓર્ડરમાં ફેરફાર કરી 11મીએ બાપોદથી આર.ડી.ચૌહાણનો સમામાં બદલીનો ઓર્ડર વહીવટી કારણોસર આંશિક ફેરફાર કરી હરણીમાં સેક્ધડ પીઆઈ તરીકે મુકી દીધા હતા. આ સમગ્ર મુદ્દે પીઆઈ આર.ડી.ચૌહાણે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જયારે પીઆઇ એમ.આર. સંગાડાએ જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નહોતો. બાપોદની ચાર્જ યાદી બનાવવામાં થોડો વિલંબ થયો હતો. તે કારણે બાપોદનો ચાર્જ લેવામાં વિલંબ થયો હતો.

Tags :
gujaratgujarat newsgujarat police
Advertisement
Next Article
Advertisement