બીમારી વકરતા ઘેર-ઘેર માંદગીના ખાટલા: હોસ્પિટલો-દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ
12:51 PM Feb 01, 2024 IST
|
Bhumika
Advertisement
જામનગરમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. આથી સરકારી, ખાનગી હોસ્પિટલ, દવાખાના, દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આજે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની બેકાબુ ગીર્દી જોવા મળી હતી. જામનગરના લોકોમાં તાવ, શરદી, ઉધરસ, પેટનો દુ:ખાવો વગેરે જેવી બીમારીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જામનગરના સરકારી, ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આજે સવારે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. કેસ કઢાવવા ડોકટરને બતાવવા માટે તથા દવા લેવા માટેની બારીઓ પાસે દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. આથી લોકોએ પણ સાવચેતી રાખવી હિતાવહ છે તો જ્યારે મચ્છરનો ઉપદ્રવને કાબૂમાં રાખવા તંત્રએ જંતુનાશક દવાનો છંટકાવ વધારવાની જરૂૂર છે.
Advertisement
Next Article
Advertisement