રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમા સૌ.યુનિ.ની 137 ડુપ્લિકેટ માર્કશીટ સાથે એજન્ટ ઝડપાયો

01:37 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે. સિંગણપોર પોલીસે તપાસ કરતા આ કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાની સામે આવી છે. થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કળથિયાની કેરળના ધીરુ આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસ કરતાં ચોકાવનારા ખુલાસા થયા છે.

Advertisement

ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કળથિયાની ધરપકડ થતા કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપોર પોલીસને માહિતી આપી હતી. જેના પર વોચ રાખતા આખેઆખા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા તેની પાસેથી 137 જેટલી દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી. જેની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ફરીદાબાદના મનોજકુમાર નામના શખ્સ સાથે તેની ઓળખ થઈ હતી. જ્યારે તેની પાસે માર્કશીટની જરૂૂરિયાતવાળો કોઈ વ્યક્તિ આવતો ત્યારે અન્ય રાજ્યની યુનિવર્સિટીઓની માર્કશીટ તે મનોજકુમાર થકી કઢાવી આપતો હતો. નિલેશ સર્ટિફિકેટના રૂૂપિયા લઈને તમામ વિગતો પ્રાપ્ત કરતો અને ત્યારબાદ મનોજ કુમારને ફરીદાબાદ ખાતે મોકલી આપતો હતો. મનોજકુમાર દેશની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ ડુપ્લિકેટ બનાવીને કુરિયર કરી નિલેશ સાવલિયાને મોકલી આપતો હતો અને ત્યારબાદ રૂૂપિયા લઈને નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કેટ આપી દેતો.

નિલેશ સાવલિયા ઉપર વોચ રાખીને પોલીસે તપાસ કરતા કુલ મળેલી 137 ડુપ્લિકેટ માર્કશીટ પૈકી 24 જેટલી માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તત્કાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ માર્કશીટની વિગત મોકલવામાં આવી હતી. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખુલાસો કર્યો હતો કે, આ તમામ માર્કશીટ ડુપ્લિકેટ છે.
ઉઈઙ પિનાકીન પરમારે જણાવ્યું કે, એજન્ટ નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપતો હતો. ફરીદાબાદના મનોજકુમાર પાસેથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ મળતા આખેઆખો આંતરરાજ્ય સ્તરે ચાલતું માર્કશીટ કૌભાંડ પણ હોવાનું જણાઈ આવે છે. અત્યાર સુધીની તપાસ કરતા એવું જણાય છે કે, આ સમગ્ર કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું પણ હોય તો નવાઈ નહીં. વિદેશ જવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓ આવી ખોટી માર્કશીટ બનાવીને વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લેતા હતા. ત્યારે વિદેશની કોઈ યુનિવર્સિટી સીધા આવા એજન્ટોના સર્ટિફિકેટ મેળવવા માટે સંપર્કમાં છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે. જો એ પ્રકારની માહિતી આપે તો ચોક્કસ કહી શકીએ કે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ છે. હાલ અલગ-અલગ પોલીસ ટીમ બનાવીને દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે.

Tags :
duplicate mark sheetgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement