રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિક્ષક ભરતીની પ્રક્રિયામાં વિલંબ થતાં ઉમેદવારો પર વયમર્યાદાનું જોખમ

04:39 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પડેલી શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ અગાઉ લેવાયેલ ટાટની પરીક્ષામાં પાસ થયેલાઓને હજી નિમણુંકપત્ર આપવામાં આવ્યો નથી. તેમજ જગ્યા ઓછી હોવાથી અને પ્રક્રિયા મોડી થતાં ઉમેદવારો પર વયમર્યાદાનું જોખમ વધ્યું હોવાની રાવ રાજ્યભરમાં ઉઠી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2023માં TAT(S)અને TAT(HS)ની દ્રિ-સ્તરીય પરીક્ષા લેવાયેલ હતી. જેમાં કુલ 38,730 જેટલા ઉમેદવારો પાસ થયેલ છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત શિક્ષણ સહાયકોની 15000 કરતાં વધુ જગ્યાઓ ખાલી છે, તેમજ 31/10/2024 સુધીમાં ઘણા શિક્ષણ સહાયકો નિવૃત્ત થનાર છે. તેની સામે માત્ર 7500 શિક્ષણ સહાયકોની ભરતી કરવાના રાજ્ય સરકારના નિર્ણયથી લાખો ઉમેદવારોને અન્યાય થાય તેમ છે. તો અંદાજીત 5700 જુના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ખાલી પડેલી અંદાજિત 6900 જેટલી જગ્યા ઓને જગ્યાઓને ચાલુ ભરતીમાં સમાવિષ્ટ કરવામાં આવે તો ઘણાં ઉમેદવારોને લાભ મળી શકે એમ છે.

રોસ્ટર પ્રમાણે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી રાજ્યના શિક્ષણ ઉપર પણ ગંભીર અસરો થઈ શકે છે. આ બાબત ધ્યાને લઈ શિક્ષણ વિભાગને 7500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા સુચનથી ઘણા ઉમેદવારોને ન્યાય મળશે.

વધુમાં જણાવવાનું કે, ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તેવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. જેથી ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. ઘણાં ઉમેદવાર મિત્રોને વયમર્યાદાનો પ્રશ્ન પણ છે તેમજ પારિવારિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ નથી. ભરતી પ્રક્રિયામાં નાહક વિલંબ થઈ રહેલ હોઈ, આથી ભરતી પ્રક્રિયાને આડે આવતી તમામ અડચણો તાત્કાલિક દૂર થાય તેમજ 7500ની જગ્યામાં વધારો કરી ઝડપથી ક્રમિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી અમો ઉમેદવારો આશા રાખીએ છીએ. તેમ કલેક્ટરને પાઠવેલ આવેદનમાં ટાટ-પાસ ઉમેદવારોએ જણાવ્યું છે.

વિદ્યાસહાયકમાં પણ જગ્યા વધારવા માંગ
કરાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023 માં TET-1 અને TET-2 વિદ્યા સહાયક ની પરીક્ષા લીધી હતી.ત્યારબાદ ધોરણ 1થી5 માં 5000 વિદ્યા સહાયક(ગુ.મા.) સાથે 6 થી 8 માં 7000 વિદ્યા સહાયક (ગુ. મા.)તેમજ 1થી8 અન્ય માધ્યમમાં 1852 એમ કુલ મળીને 13,852 ની ભરતી થવાની છે. પરંતુ, જોવા જઈએ તો વિદ્યા સહાયક ભરતી-2024 ની ઉમેદવારી અરજી તરીકે 2011 થી 2023 સુધીના તમામ TET પાસ ઉમેદવારો તેમજ ચાલુ વિદ્યા સહાયક નોકરિયાત શિક્ષક પણ પોતાના વતનનો લાભ લેવા માટે ગઘઈ કઢાવી સાથે બોન્ડ ભરીને ફરીથી અરજી કરશે જેને લઈને 13,852 જગ્યાઓ સામે અંદાજિત અરજીઓ TET-1=12000 તેમજ TET- 2=57000 આસપાસ આવેલી છે.આમ,ઓછી જગ્યાઓ સામે વધુ ઉમેદવારો હોવાથી મોટાભાગના ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપન રોડાતું હોય એવું દેખાય રહ્યું છે. જેના પગલે ચાલુ 13,852 વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTeacher Recruitment
Advertisement
Next Article
Advertisement