For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર સફાળી જાગી : નગરપાલિકાઓમાં 244 ફાયર કર્મી.ની ભરતી કરાશે

05:06 PM Jul 10, 2024 IST | Bhumika
હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર સફાળી જાગી   નગરપાલિકાઓમાં 244 ફાયર કર્મી ની ભરતી કરાશે
Advertisement

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર પર હાઈકોર્ટે આકરી ફટકાર વરસાવી હતી. રાજ્યની છ નગરપાલિકા ઝોનમાં ફાયર બ્રિગેડની 244 જગ્યાઓ ખાલી છે. કુલ મહેકમ મંજૂર 672 નું છે, જ્યારે તેમાંથી ભરાયેલી સંખ્યા 428 છે. આ તમામ જગ્યાઓ તાકીદના ધોરણે ભરવા રાજ્ય સરકારે આદેશ કર્યા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર પ્રાદેશિક નગરપાલિકા ઝોન કચેરી હેઠળ આવતી ફાયર બ્રિગેડની જગ્યાની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડમાં મોટાભાગના કર્મચારીઓ કરાર આધારિત આ રોજમદાર કર્મચારીઓના ભરોસે ફાયર બ્રિગેડનું તંત્ર ચાલે છે.

ગાંધીનગર પ્રાદેશિક નગરપાલિકા ઝોનમાં ફાયર બ્રિગેડનું કુલ 672 જગ્યાઓનું મહેકમ છે તેની સામે 244 જગ્યાઓ ખાલી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વારંવાર આ જગ્યા ભરવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી. રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા રાજ્યના પ્રાદેશિક કમિશનરેટ નગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડની તાકીદે ભરતી કરવાની માગણી કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ ઝોનમાં મંજૂર જગ્યા 84 છે, જેની સામે ભરાયેલી જગ્યા 50 છે એટલે હાલ કુલ 34 જગ્યાઓ ખાલી છે. સુરતની 126 જગ્યાઓ મંજૂર છે, તેમાંથી 90 જગ્યાઓ ભરાયેલી છે, 36 જગ્યાઓ ખાલી છે. વડોદરાની 126 જગ્યાઓમાંથી 84 જગ્યાઓ ભરેલી છે અને 42 જગ્યાઓ ખાલી છે. રાજકોટમાં 126 જગ્યાઓનું મહેકમ મંજૂર છે ને એમાં 95 જગ્યાઓ ભરાયેલી છે, ને 31 જગ્યાઓ ખાલી છે. ભાવનગરમાં 84 જગ્યાઓ મંજૂર છે 44 જગ્યાઓ ભરાયેલી છે અને 40 જગ્યાઓ ખાલી છે. ગાંધીનગરમાં 126 જગ્યાઓ મંજૂર છે તેની સામે 65 જગ્યાઓ ભરાયેલી છે અને 61 જગ્યાઓ ખાલી છે. આમ 672 જગ્યાઓમાંથી 428 જગ્યાઓ ભરાયેલી છે ને 244 જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ તાકીદના ધોરણે ભરવા હાઇકોર્ટના હુકમના પગલે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટી ભરતી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement