રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતની ઘટના બાદ રાજ્યભરમાં SRPની કુમકો ઉતારાઇ

12:59 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગણેશ મહોત્સવ અને ઇદના તહેવારોના પગલે વિશેષ તકેદારીના પગલાં

રાજ્ય પોલીસવડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇ.જી. અને એસ.પી. સાથે યોજેલી તાકીદની વીડિયો કોન્ફરન્સ

સુરત અને વડોદરામાં ગઇકાલે ગણેશ મહોત્સવના પંડાલો ઉપર બનેલી કાંકરીચાળાની ઘટના બાદ રાજય સરકાર સતર્ક બની છે. રાજયના પોલીસવડા વિકાસ સહાયએ ગઇકાલે રાજયભરના પોલીસ અધિકારીઓની વીડીયો કોન્ફરન્સ યોજી હતી અને હાલ ચાલી રહેલા ગણેશ મહોત્વ તથા ઇદના તહેવારોને ધ્યાને લઇ રાજયમાં વાતાવરણ બગડે નહીં તે માટે રાજયભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની 30 જેટલી કંપની તૈનાત કરવા સુચના આપી તહેવારોમાં વિશેષ તકેદારી રાખવા સુચના આપી છે.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વિકાસ સહાયે સુરત અને ખેડાના કાથલાલમાં ગણપતિની ઉજવણી દરમિયાન બનેલી ઘટનાઓ પછીની સ્થિતિની સમીક્ષા કરવા માટે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજીપી અને ડીએસપી સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદની ઉજવણી કોઈપણ અઘટિત ઘટના વિના શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યભરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં વધારાના એસઆરપી યુનિટ સુરત મોકલવામાં આવ્યા છે.

સુરતમાં ગણેશ પંડાલ પર 6 સગીરો પર પથ્થરમારો કરવાનો આરોપ છે. આ ઘટનાઓએ ચિંતા વધારી છે કારણ કે ગણેશોત્સવ દરમિયાન આવી અથડામણો ભાગ્યે જ જોવા મળે છે. ડીજીપી સહાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ બંને માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 93,000 ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં 73,000 મૂર્તિઓનું 17 સપ્ટેમ્બરે વિસર્જન કરવામાં આવશે. કાર્યવાહી સુચારુ રીતે થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે, એમ પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું.

અમદાવાદ પોલીસે શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યોજના મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ તહેવાર પૂરો થાય ત્યાં સુધી તેમના વિસ્તારોમાં રહેશે. મધ્યરાત્રિએ કંટ્રોલ રૂૂમ દ્વારા તેમના સ્થાનોને ટ્રેક કરવામાં આવશે કારણ કે પંડાલોમાં મોડી રાત્રે ધાર્મિક વિધિઓ ચાલુ રહે છે.
અધિકારીઓ સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પેટ્રોલિંગ કરશે, પશી ટીમ્સથ નિયમિતપણે પંડાલોની મુલાકાત લેશે. હોમગાર્ડ પણ તૈનાત રહેશે. સીસીટીવી કેમેરા વોચ રાખશે, જ્યારે કેમેરા વગરના વિસ્તારો પર ડ્રોનનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવશે. ડીસીપી અને એસીપી શાંતિ સભાઓ અંગે રિપોર્ટ કરશે અને સાયબર ક્રાઈમ ટીમ ઓનલાઈન નકલી વિડીયોના ફેલાવાને રોકવા માટે એલર્ટ પર છે.

પંડાલમાં બે આયોજકોને રાત્રી રોકાણ ફરજિયાત

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ગઈકાલે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂૂરી સૂચનાઓ આપી હતી.આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ હવે અન્ય સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક શહેર અને જિલ્લા પોલીસ વડા ને સૂચનાઓ આપી કહેવામાં આવ્યું છે કે,ગણપતિ પંડાલોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ કરી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી.પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરવા અને સીસીટીવી મારફતે ખાસ નજર રાખવા કહેવાયું છે. તેમજ દરેક ગણપતિ પંડાલો પર બે આયોજકો એ ફરજિયાત રાત્રી રોકાણ કરવા જણાવાયુ છે.

Tags :
ganesh mahotsavGANESH pandalgujaratgujarat newsSRP
Advertisement
Next Article
Advertisement